દાદા સ્વ. રામભાઈ ઝાલાનું પૌત્રીને ઉચ્ચ અધિકારી બનાવવાનું સ્વપ્ન સાકાર કરતી પૌત્રી રીમાબેન
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાપટ ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી ઉદયસિંહ રામભાઈ ઝાલા અને શ્રીમતી લલીતાબેન ઉદયસિંહ ઝાલાની સુપુત્રી રીમાબેન ઉદયસિંહ ઝાલાએ જી.પી.એસ.સી. દ્વારા તાજેતરમાં લેવાયેલી ક્લાસ ૧ ની લેખિત અને મૌખિક પરીક્ષા પ્રથમ પ્રયત્ને ઉચ્ચ ગુણાંકન સાથે પાસ કરી છે. મૂળભૂત રીતે સાયન્સ અને ટેક્નોલોજીના તેજસ્વી વિદ્યાર્થીની રીમાબેન ઝાલાના દાદા અને ઉના સુગર ફેક્ટરીના પૂર્વ અધ્યક્ષ તેમજ સહકારી ક્ષેત્રના ગૌરવવંતા અગ્રણી સ્વ. રામભાઈ કાળાભાઈ ઝાલાનું તેમની આ બાળપણથી અભ્યાસ માં તેજસ્વી પૌત્રીને ક્લાસ ૧ અધિકારી બનાવવાનું સ્વપ્ન હતું જે પૌત્રી રીમાબેને ડીવાય. એસ. પી. તરીકે પ્રથમ પ્રયત્ને પસંદગી પામી સાકાર કર્યું છે. રીમાબેન ઝાલાના પતિ કુલદીપસિંહ ડોડીયા રાજકોટ શહેરના જાણીતા આર્કિટેક્ટ અને અર્બન પ્લાનર છે તેમજ તેમના સસરા પ્રો. ડો. જયદીપસિંહ ડોડીયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના અંગ્રેજી ભવનમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. રીમાબેન ઝાલાએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે પોતાની સફળતા પાછળ તેમના પિયર તેમજ સસરા પક્ષનો મહત્વનો ફાળો રહ્યો છે અને લગ્ન બાદ પણ પોતાનું સંપૂર્ણ ધ્યાન સ્પર્ધાત્મક પરીક્ષા પર કેન્દ્રિત કરી શકે તેની ખાસ કાળજી તેના સાસુ શ્રીમતી ધીરજબા જયદીપસિંહ ડોડીયા અને નણંદ ડો. ભાર્ગવી જયદીપસિંહ ડોડીયા (એનેસ્થેશિયોલોજિસ્ટ) દ્વારા લેવામાં આવી હતી. નાનપણથીજ તેમને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે તેમના દાદા સ્વ. રામભાઈ ઝાલા, દાદી દેવીમાં ઝાલા, કાકા દીપસિંહભાઈ રામભાઈ ઝાલા, કાકી શ્રીમતી મંજુબેન દીપસિંહભાઈ ઝાલા તેમજ સ્વ. રામભાઈ ઝાલા પરિવારના તમામ સભ્યોએ ખાસ કાળજી લીધી હતી અને સ્ત્રી સશક્તિકરણ નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. રીમાબેન ઝાલા ડીવાય. એસ. પી. તરીકે પસંદગી પામતા ખાપટના ઝાલા પરિવાર તેમજ શિલોદર ના ડોડીયા પરિવાર માં ખુશીનો માહોલ છવાયેલ છે તેમજ રીમાબેન ને સમાજ ના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા છે.