ભાવનગર ખાતે યોજાયેલ બેન્કર્સ ની ત્રિમાસિક રિવ્યૂ મીટીંગમાં ભાવનગર જિલ્લાના લેક્ટર શ્રી યોગેશ નિરગુડે , આઇએએસ , ક્લેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ , ભાવનગર સાહેબના વરદ હસ્તે ભાવનગર જીલ્લાની પીએલપી ૨૦૨૨-૨૩ નું વિમોચન કરવામાં આવ્યું . આ મીટિંગમાં જિલ્લા વિકાસ ઓફિસર ડો . પ્રશાંત જીલોવા , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રીમતી અંજના પટેલ , ડિસ્ટ્રિક્ટ આજીવિકા મેનેજર શ્રી વિજયસિંહ વાધેલા , લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર શ્રી એચ એલ સાલવી તથા અન્ય બૅકો / સરકારી કચેરીના વરિષ્ઠ અધિકારીઓ સજર રહ્યા હતા . નાબાર્ડના જિલ્લા વિકાસ પ્રબંધક શ્રી દિપકકુમાર ખલાસ સાહેબે પોટેન્શિયલ લિન્ક્સ ક્રેડિટ પ્લાન ( પીએલપી ) ૦૨૨ ૨૩ નું પ્રસ્તુતિકરણ કરીને જણાવ્યું હતું કે વિવિધ પ્રાથમિકતા વાળા ક્ષેત્રોના વિકાસની સંભાવનાઓને ધ્યાને રાખી ભાવનગર જીલ્લામાં વર્ષ ૨૦૨૨ – ૨૩ માટે નાબાર્ડના પીએલપીમાં ૩૧૨૯૧૬ કરોડના બેન્ક ધિરાણની શક્યતાનું આકલન કરવામાં આવ્યું છે , જેમાં કૃષિ ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપી પાક ધિરાણ માટે ૩૩૧૨૦ કરોડ ( ૨૪ ) , મધ્ય અને લાંબી મુદતના ખેતી ધિરાણ માટે રૂ ૧૯૦૯ ( ૧૫૬ ) , એમએસએમઇ સેક્ટર માટે રૂ ૭૦૦૬ કરોડ ( ૫૪ ) અને અન્ય પ્રાથમિકતા વાળા ક્ષેત્રો જેમ કે એક્સપોર્ટ , શિક્ષા , સઉસિંગ , રિન્યુએબલ એનર્જી અને સોશ્યલ ઇન્ફ્રાસ્ટ્રકચર માટે રૂ ૮૮૧ કરોડ ( ૭ % ) નું આંકલન કરેલ છે . પીએલપીના આંકલન પ્રમાણે જિલ્લાની બેન્કોની વાર્ષિક ઋણ યોજના લીડ બેન્ક દ્વારા તૈયાર કરવામાં આવે છે અને જિલ્લામાં આવેલ બેન્કો , તેમને આપવામાં આવેલ ધિરાણો ના ટાર્ગેટ ને સસલ કરવાના પ્રયાસો કરે છે . જિલ્લા ક્રેડિટ યોજના બનાવવા માટે નાબાર્ડ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોની પ્રશંસા કરતા બોટાદ જિલ્લાના કલેક્ટરે સૂચવ્યું કે બેંકો અને રાજય સરકાર સહિતના તમામ હોદેદારો અધિકારીઓ , એનજીઓ વગેરેએ યોજનાને સફળ કરવા માટે સાથે મળીને કામ કરવું પડશે , ઉપરાંત ભાવનગર જિલ્લાના કેડિટ પ્લાન ૨૦૨૧-૨૨ અંતર્ગત સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ પુરા થતા ત્રિમાસિક પરિણામોનું રિવ્યૂ તેમજ એનઆરએલએમ હેઠળ સ્વયં સહાયતા જૂથોની બચત ખાતા ખોલવા તેમજ તેમને ક્રેડિટ લિકેજ દણ આપવા કરવા માટે બેંકો દ્વારા કરવામાં આવતા પ્રચત્નોની પણ સમીક્ષા કરવામાં આવી હતી