મુંબઇ,તા.૨
બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા ફરી એકવાર એક્ટિંગની દુનિયામાં પગ મુકવા જઈ રહી છે. અનુષ્કા ટૂંક સમયમાં મોટા પડદા પર કમબેક કરતી જોવા મળશે. તે છેલ્લે આનંદ એલ રાયની ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી. જોકે આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. પરંતુ આ વખતે અનુષ્કાએ હિટ ફિલ્મો આપવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. આ વખતે અભિનેત્રી એક નહીં પરંતુ ત્રણ પ્રોજેક્ટ સાથે વાપસી કરી રહી છે. આમાંથી, જ્યાં બે પ્રોજેક્ટર સિલ્વર સ્ક્રીનના છે, એક ઓટીટી છે.રિપોર્ટ્સ અનુસાર, અનુષ્કા શર્મા ૨૦૨૨માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વાપસી કરી રહી છે. તે ત્રણ મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળશે, જેમાંથી બે પ્રોજેક્ટ્સ સિલ્વર સ્ક્રીન પર મનોરંજન કરશે, જ્યારે એક પ્રોજેક્ટ ઓટીટી પ્લેટફોર્મ માટે મોટા પાયે તૈયાર કરવામાં આવી રહ્યો છે. જો કે, અમે આપને જણાવી દઈએ કે તેનો ઓટીટી પ્રોજેક્ટ વેબ સીરિઝ નથી પરંતુ એક ફિલ્મ છે, જે ભારતમાં ખૂબ મોટી માનવામાં આવે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ પ્રોજેક્ટ્સની જાહેરાત વર્ષની શરૂઆતમાં કરવામાં આવશે અને દેખીતી રીતે અનુષ્કાના ચાહકો આનાથી ખૂબ જ ખુશ થશે. હાલમાં અભિનેત્રી તરફથી કોઈ માહિતી સામે આવી નથી કે તેની આગામી ફિલ્મનું નામ શું છે અને તે કયા મોટા બેનર હેઠળ કામ કરવા જઈ રહી છે તે અંગે પણ કોઈ માહિતી સામે આવી નથી. તે જ સમયે, જણાવી દઈએ કે અનુષ્કા શર્માની ઝીરો ભલે ફ્લોપ માનવામાં આવી હોય પરંતુ તે ૩૦૦ કરોડની ફિલ્મનો ભાગ પણ રહી ચુકી છે. આ લિસ્ટમાં તેની ફિલ્મ પીકે અને સંજુનું નામ આવે છે. જો કે, વચ્ચે એવા અહેવાલો આવ્યા હતા કે અનુષ્કા ભારતીય ક્રિકેટ પ્લેટર ઝુલન ગોસ્વામીની બાયોપિકમાં કામ કરશે, પરંતુ આ સમાચારને સંપૂર્ણ રીતે નકારી દેવામાં આવ્યા હતા. હવે માત્ર તેના નવા પ્રોજેક્ટ્સ શું હશે તેની રાહ જોઈ શકાય છે અને અનુષ્કા પોતે જલ્દી જ તેના પ્રોજેક્ટ્સ જાહેર કરશે.