GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

104

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
પ૩૬. ‘ડંકો વગાડવો’નો અર્થ શું ?
– યશસ્વી કાર્ય કરી બતાવવું
પ૩૭. ‘લીલા વનના સુકા ઘણાં’ નો અર્થ શું ?
– લાભ દેખાય ત્યાં ઘણાં દોડી આવે.
પ૩૮. નીચેનામાંથી કઈ નવલકથા ક.મા. મુનશીની નથી ?
– માનવીની ભવાઈ
પ૩૯. ઉચ્ચારની રીતે જુદો પડતી મુળાક્ષર કયો છે ?
– ગ
પ૪૦. ‘અળસિયા’નું લિંગ જણાવો.
– ઉભયલિંગી
પ૪૧. નીચેનામાંથી શબ્દોને જોડણી કોષનાં ક્રમમાં ગોઠવતા કયો વિલ્પ સાચો છે ? કાદવ, કંચન, કંકુ, કમળ, ક્રમ
– કમળ, કંકુ, કંચન, કાદવ, ક્રમ
પ૪ર. ‘શરીરનો સુડોળ બાંધો’ આ શબ્દસમુહ માટે એક શબ્દ આપો.
– કાઠું
પ૪૩. ‘સિંહણની આખમાં અજય પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું’ – ક્રિયાવિશેષણ શોધો
– ઝડપથી
પ૪૪. સાચી જોડણી શોધો
– સુષુમણા
પ૪પ. ‘સુષ્મા’ શબ્દની નીચેનામાંથી સાચી સંધિ કઈ છે ? – સુ+સમા
પ૪૬. ‘શાળાનો નવો અરોડો અષ્ટકોણીય છે’ – રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો.
– દ્વિગુ
પ૪૭. ‘ઝીણી ઝીણી ઝબુકે છે વીજ જો’ – પંકિતમાં અલંકાર ઓળખાવો.
– વર્ણાનુપ્રાસ
પ૪૮. ‘તદબીર’ શબ્દનો અર્થ શો થાય ?
– યુકિત
પ૪૯. નિક્ષિતા મેડમે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવ્યું – વાકયમાં મુખ્ય કર્મ કયું છે ?
– અંગ્રેજી
પપ૦. ‘ખાય સો ખોયા, ખિલાય સો પાયા’ કહેવતનો અર્થ શો થાય ?
– જાતે ઉપભોગ ન કરતાં બીજાને ખવરાવીને રાજી થવું.
પપ૧. ‘અક્ષય લેશન કરે છે.’ સાદા વાકયને પ્રેરક વાકયમાં ફેરવતાં કયું વાકય બનશે ?
– અક્ષય લેશન કરાવે છે.
પપર. સંધિ છોડો ‘સંચય’
– સમ+અંચય
પપ૩. સંધિ જોડો. ‘સરસ્‌ + જ’
– સરોજ
પપ૪. રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો ‘ગળે ટાંટિયા ભરાવવા’
– મુશ્કેલ સ્થીતિમાં મુકવું
પપપ. નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. ‘દરરોજ’
– અવ્યયી ભાવ
પપ૬. સ્ત્રગ્ધરા છંદનું બંધારણ જણાવો.
– મરભનયયય
પપ૭. શબ્દસમુહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો ‘અજળનો ત્યાગ કરી મરવા માટે તૈયાર થઈ બેસવું તે’
– પ્રાયોપવેશન
પપ૮. નીચે આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો ‘અનંગ’
– મન્મથ
પપ૯. સાચી જોડણી શોધો.
– સ્વપ્નીક
પ૬૦. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. ‘દુઃખમાં ફસાયેલ લોકો ઈશ્વર પાસે આવે છે ’
– ભુતકૃદંત
પ૬૧. અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. ‘સુદમાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર?’
– વ્યતિરેક
પ૬ર. ‘નવા વર્ષે ભાભીને પિયર તો નથી મોકલવા ને’નિપાતનો પ્રકાર જણાવો
– વ્યજાસ્તુતિ
પ૬૩. ‘ફેલફિતુર’ શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો
– ચેનચાળા
પ૬૪. નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો
– ચતુર્ભુજ

Previous articleસચિને પોતે જ તેના શ્રેષ્ઠ ૧૧ ખેલાડીઓની ટીમ બનાવી
Next article૩ જાન્યુઆરી એટલે ભારતીય સમાજ સુધારક, શિક્ષણવિદ્‌ અને ભારતના પ્રથમ મહિલા શિક્ષક સાવિત્રીબાઈ ફુલેનો જન્મ દિવસ