મહુવામાં રત્નકલાકારોએ ભાવ વધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યુ, કહ્યુ- હીરા ઉદ્યોગમાં તેજી છતાં કારખાનેદારો શોષણ કરી રહ્યા છે

429

રત્નકલાકારો પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે બહોળી સંખ્યામાં એકઠા થઈ સૂત્રોચ્ચાર કર્યા
ભાવનગરના મહુવામાં રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા છે. મહુવાના એસટી ડેપો નજીક આવેલા ડાયમંડ નગરના રત્નકલાકારો બીજા દિવસે પણ ભાવ વધારાની માંગ સાથે પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે બહોળી સંખ્યામાં એકઠા થઈ હડતાળ પર ઉતર્યા હતા. મહુવાના એસટી ડેપો નજીક આવેલા ડાયમંડનગરમાં રત્નકલાકારો ભાવ વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા હતા. રત્નકલાકારો વિરોધ નોંધાવી ભાવ વધારાની માગ સાથે કામકાજથી અળગાં રહ્યાં હતા. કોરોના સંક્રમણ ઓછું થતા હીરા ઉદ્યોગમાં તેજીનો ચમકારો જોવા મળી રહ્યો હતો. ત્યારે મહુવાના રત્નકલાકારો દ્વારા ભાવ વધારાની માગ સાથે હડતાળ પાડવામાં આવી હતી. એક સાથે સમુહમાં રત્નકલાકારો દ્વારા ભાવ વધારાની માગ સાથે વિરોધ પ્રદર્શન કરી નારેબાજી કરવામાં આવી હતી. રત્નકલાકારોએ કહ્યું કે, વર્તમાન સ્થિતિમાં હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ છે. તેમ છતાં રત્નકલાકારોને કોઈ જ ફાયદો આપવામાં આવતો નથી. લોકડાઉનમાં પગાર પણ અપાયા નથી. તેજીમાં ભાવ અપાતો નથી. હીરા ઉદ્યોગમાં રત્નકલાકારોને જ પીસાવાનો વારો આવી રહ્યો છે. આગામી સમયમાં વેપારી દ્વારા ભાવ વધારો નહી આપવામાં આવે તો કાયદેસરની લડત આપીશું અને હડતાલ પણ યથાવત રાખીશું. તેમ રત્નકલાકારો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Previous articleભાવનગરની યુનિવર્સિટીમાં આંતર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ, 19 કોલેજની ટીમો વચ્ચે જંગ
Next articleભાવનગરમાં 15થી 18 વર્ષના કિશોરોનું વેક્સિનેશન શરૂ