ઓસ્ટ્રેલિયાથી આવેલ યુવતી અને સરદારનગર ગુરુકુળનો વધુ એક વિદ્યાર્થી કોરોનાની ઝપેટમાં : શહેરમાં ૪૯ અને ગ્રામ્યમાં ૪ દર્દીઓ મળી કુલ ૫૩ એક્ટિવ કેસ : જ્યારે ૮ દર્દી કોરોનામુક્ત થયા
ભાવનગરમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ભાવનગર જિલ્લામાં આજે ૧૮ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે, જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૧૭ નવા કેસ નોંધાયા હતા જેમાં ૫ પુરુષનો અને ૧૨ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, અને સાથે શહેરમાં ૮ દર્દીઓ કોરોના મુક્ત થતા હોસ્પિટલ માંથી રજા અપાઈ હતી. આજે ઓસ્ટ્રેલિયા થી આવેલ યુવતી નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, જ્યારે સરદારનગર ખાતે આવેલ ગુરુકુળ માં ઘોરણ ૧૧ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કોરોનાની રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, આમ હજી બે દિવસ પહેલા પણ આ શાળાનો વિદ્યાર્થી કોરોના ઝપેટમાં આવ્યો હતો, જયારે એક આશાવર્કર પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે શહેરમાં ૧૭ કેસ નોંધાયા છે તેમાંથી ૭ કેસો મહુવા, બોમ્બે, વાપી, અને વિદેશથી – ૧ ની ટ્રાવેલિંગ હિસ્ટ્રી છે, જ્યારે ૧૦ કેસની કોઈ હિસ્ટ્રી નથી, જયારે ગ્રામ્યમાં આજે ૧ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, કોરોનાના નવા કેસમાં શહેરમાં ૫ પુરુષ અને ૧૨ મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ગ્રામ્યમાં એક સ્ત્રીનો કેસ નોંધાયો છે.આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને ૪૯ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૪ દર્દી મળી કુલ ૫૩ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૧ હજાર ૫૭૪ કેસ પૈકી હાલ ૫૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૯ દર્દીઓનું અવસાન થયું છે.