GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

122

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
પ૬પ. રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો. ‘અંક વાળવો’
– હદ થવી
પ૬૬. ઉપમેય અને ઉપમાન જુદાં દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ?
– રૂપક
પ૬૭. નીચે આપેલ વાકયમાં રંખાકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. ‘સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધું’
– સંબંધક ભુતકૃદંત
પ૬૮. નીચેનામાંથી પૃથ્વી છંદનું કયું ઉદાહરણ નથી ?
– ‘અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા’
પ૬૯. ‘જુગુપ્સા’ શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો.
– અણગમો
પ૭૦. ‘મહાબાહુ અર્જુનને સામાન્ય લુટારૂઓએ લુટયો’ લીટી કરેલ સમાસ ઓળખો.
– બહુવ્રીહિ
પ૭૧. ‘કરેલા ઉપકારને ભુલી જનાર’ – શબ્દસમુહ માટે એક શબ્દ આપો.
– કૃતઘ્ની
પ૭ર. નીચે આપેલ વાકયનો નિપાત ઓળખાવો. – ‘મારા માટે તેણે બે વેણેય કહ્યા નથી’
– ય
પ૭૩. નીચેનામાંથી સાચી જોડણી દર્શાવો.
– દીપોત્સવી
પ૭૪. સંધિ જોડો ‘વિ + અતિક્રમ’
– વ્યતિક્રમ
પ૭પ. નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ શોધો. ‘ઉત્તમ’
– અધમ
પ૭૬. નીચે આપેલ વાકયમાંથી રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. – ‘ક્રિશા ખડખડાટ હસી’
– રીતવાચક
પ૭૭. સંધિ છોડો. ‘નિષિદ્ધ’
– નિ + સિદ્ધ
પ૭૮. નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. ‘શૂરવીર’
– દ્વન્દ્વ
પ૭૯. શબ્દસમુહ માટે એકદ શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો ‘મરવાની તૈયારીમાં હોય તેવું’
– મુમુર્ષ
પ૮૦. છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો ‘લાંબા છે જયાં દિન, પ્રિય રાખી! રાત્રિયે દીર્ઘ તેવી’
– મંદાક્રાન્તા
પ૮૧. નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ‘મલવજ’
– સુખડ
પ૮ર. અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. ‘સાટે આજે ગાજે ઓલું હાલરડું’
– શબ્દાનુપ્રાસ
પ૮૩. રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો – ‘વાજ આવી જવું’
– ખુબ જ થાકી જવું
પ૮૪. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. ‘કામિની ખાવાને મહત્વ આપે છે.’
– વિધ્યર્થકૃદંત
પ૮પ. નીચે આપેલા સામાસિક શબ્દો અને સમાસોના જોડકામાં કયો વિકલ્પ સાચો છે ?
– દુખઃવિયોગ – મધ્યમપદલોપી
પ૮૬. નીચે આપેલા સામાસિક શબ્દો અને તેના સમાસોના જોડકામાં કયો વિકલ્પ ખોટો છે ?
– સોનામહોર- દ્વન્દ્વ
પ૮૭. નીચેના શબ્દસમુહ માટે એક શબ્દ આપો. ‘જેની પત્ની વિદેશ ગઈ છે તેવો પુરૂષ’
– પ્રોષિતપત્નીક
પ૮૮. નીચેના શબ્દસમુહ માટે એક શબ્દ આપો ‘મસ્તક પર ડાળીવાળી સ્ત્રી શિલ્પ’
– શાલભંજિકા
પ૮૯. નીચેનામાંથી શ્લેષ અલંકારનું કયું ઉદાહરણ નથી ?
– દુનિયાનો છેડો એટલે પોતીકું ઘર. ઘરનો છેડો પોતાની સ્ત્રી
પ૯૦. ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યોર કયો અલંકાર બને છે ?
– રૂપક
પ૯૧. નીચેનામાંથી શાર્દુલવિક્રીડિત છંદનું બંધારણ સુત્ર કયું છે ?
– મ સ જ સ ત ત ગા

Previous articleજે રીતે કોહલી ટ્રેનિંગ કરી રહ્યો છે તે અદભૂત છે : દ્રવિડ
Next articleસંબંધોનુ સમીકરણ