સંબંધોનુ સમીકરણ

147

સંબંધોની કોઈ પરિભાષા હોય ખરી.?જીવનના દરેક તબક્કે દરેક વ્યકિતએ,દરેક સંબંધમાં પરીક્ષા આપતુ હોય છે.આપણે સંબંધોમાં ધણું બધું રોકાણ(ઇન્વેસ્ટમેન્ટ) કરતાં હોઈએ છે.આપણી લાગણી, આપણો સમય,આપણા સપના,આપણી ઈચ્છાઓ,આપણી ખુશીઓ પણ સંબંધોમાં ઈન્વેસ્ટ કરીએ છે.કેમ કે એ રોકાણમાં આપણા સાથે આપણા સંબંધનુ પણ રોકાણ થયેલુ હોય છે.કેમ કે સંબંધોમાં આપણે કોઈ પણ સ્વાર્થ વગર કોઈ પણ માટે કંઈ પણ કરતાં હોઈએ છે.બદલામાં જો જોઈએ તો સામે વાળાની ખુશી જ બીજી કઈ નહિ.
સંબંધોનુ સમીકરણ સમય સાથે કયારે કયારે બદલાતું રહે છે.કયારેક બાદબાકી રૂપે,કયારેક સરવાળા રૂપે,કયારેક ગુણાકારે રૂપે,કયારેક ભાગાકાર રૂપે જોવા મળે છે.જયારે માણસની અપેક્ષા હોય અને તેને એની અપેક્ષાનું પરિણામ ન મળે તો એ દુઃખી થઈ જાય છે.કયારેક કયારેક લોહીના સંબંધ કરતા લાગણીના સંબંધ મજૂબત સાબિત થાય છે.કોઈ પણ સંબંધ હોય એમાં માણસને પરીક્ષા આપવી જ પડે છે.કહેવાય છે ને સોનુ તપીને જ નિખાર લાવે છે.સંબંધો ને પણ અગ્નિ પરીક્ષા આપવી જ પડે છે.માણસ કોઈ માટે કંઈ કરે,સંબંધોમાં જતુ કરે છે.
કોઈ અપેક્ષા વગર,પણ મન તો એનુ હંમેશા એવુ તો ઈચ્છે જ કે એને બીજા માટે જ કંઈ પણ કર્યું એના માટે એને કોઈ બે મીઠા શબ્દો બોલે.આ એના રોકાણનું એને થોડુ તો વળતર મળે.જો આવુ નથાય તો કયાં ને કયાં એની લાગણી ને ઠોકર લાગે છે, અને દુઃખ પહોંચે છે.દરેક વ્યકિત લાગણીઓથી જોડાયેલુ હોય છે.જો સંબંધોમાં લાગણી નહોય તો એ સંબંધ જીવતા હોય તો એ સૂકાયેલા છોડ સમાન હોય છે.
સંબંધો ખીલેલા ફૂલ જેવા રહે એના માટે એમાં સમયાંતરે લાગણીનુ ખાતર અને પ્રેમ નું પાણી આપવુ જરૂરી છે.જો સમયે, સમયે એમાં ખાતરને પાણી આપવામીં નઆવે તો સંબંધોનું છોડ સૂકાઈ જાય છે.કયાં પણ આપણે કઈ ઈન્વેસ્ટ કરીએ તો રિટર્ન મેળવવાની આશા તો રાખીએ છે.F.Dમાં ,કોઈ L.I.c ના પ્લાનમાં આપણે રોકાણ કરીએ તો રિટર્ન મળે છે.પણ સંબંધોમાં હંમેશા રિટર્ન મળે એવુ હોતુ નથી.હંમેશા સંબંધમાં રિટર્ન મળે એવુ હોતુ નથી.રીટન મળતું નથી તો ક્યાં વ્યકિત દુઃખી થઈ જાય છે.
એટલે સંબંધોમાં રિટર્ન મેળવવાની આશા રાખશો નહિ.તમે તમારા સંબંધમાં ૧૦૦% તમારા તરફથી આપો.કોઈ પણ આશા વગર તમે તમારુ સંબંધોના સમીકરણને નિભાવતા રહો.આશા રાખવી એટલે પોતે જ દુઃખ કે તકલીફને આમંત્રણ આાપવુ છે.આ તો સંબંધ છે,કોઈ બિઝનેસ નહિ જયાં નફો કે નુકસાન થાય.સંબંધ નિભાવા કરતાં એ સંબંધને જીવતા શીખી જાવ.ખુશીઓનુ બગીચો તમારી આસપાસ જ ખીલે ઊઠશે.
ચૌધરી રશ્મીકા રસુ

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleસીએમએ બાળકોના રાજ્યવ્યાપી રસીકરણનો પ્રારંભ કરાવ્યો