દેશમાં કોરોના વાયરસના કેસમાં તોતિંગ વધારો : કુલ ૩૪૨૯૫૪૦૭ દર્દીએ અત્યાર સુધીમાં કોરોનાને માત આપવામાં સફળતા મળી, મૃત્યુઆંક ૪૮૧૮૯૩ પર પહોંચ્યો
નવી દિલ્હી,તા.૩
દેશમાં કોરોના વાયરસના કેસમાં તોતિંગ વધારો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના નવા કેસમાં ૨૨.૫ ટકાનો ઉછાળો નોંધાયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૩૩ હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે ૧૨૩ લોકોના કોરોનાથી મોત નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૩,૭૫૦ કેસ નોંધાયા છે. જ્યારે તેની સામે ૧૦,૮૪૬ કોરોના દર્દીઓ રિકવર થયા છે. એક દિવસમાં કોરોનાથી ૧૨૩ દર્દીઓના જીવ ગયા છે. હાલ દેશમાં ૧,૪૫,૫૮૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે કુલ ૩,૪૨,૯૫,૪૦૭ દર્દીઓએ અત્યાર સુધીમાં કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. કોરોનાથી મૃત્યુઆંક ૪,૮૧,૮૯૩ પર પહોંચ્યો છે. દેશમાં કોરોનાને માત આપવા માટે પૂરજોશમાં રસીકરણ થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં કોરોના રસીના ૧,૪૫,૬૮,૮૯,૩૦૬ ડોઝ અપાયા છે. આજથી ૧૫થી ૧૮ વર્ષની વયના માટે પણ રસીકરણ શરૂ થઈ ગયું છે. ભારત બાયોટેકની કોવેક્સીન બાળકોને અપાઈ રહી છે. કોવિન એપ પર રસી માટે આજે સવાર સુધીમાં ૮ લાખથી વધુ કિશોર-કિશોરીઓએ રજિસ્ટ્રેશન કરાવેલું છે. ગુજરાતમાં પણ કિશોર વયનાને રસી અપાઈ રહી છે. રાજ્યના ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલ સોમવારે સવારે ૭.૩૦ કલાકે રાજ્યવ્યાપી વેકસીનેશનનો પ્રારંભ કરાવ્યો છે. ગાંધીનગર નજીકના કોબા નજીક આવેલી જી.ડી.એમ કોબાવાલા હાઇસ્કુલથી રાજ્યવ્યાપી વેકસીનેશનની શરૂઆત કરી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકો તરૂણોને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો ગાંધીનગરના કોબાની જીડીએમ કોનાવાલા હાઇસ્કુલ થી કરાવ્યો હતો.