ચીને નવા વર્ષના પહેલા જ દિવસે ગલવાન ઘાટી પર ફરકાવ્યો ઝંડો

96

નવીદિલ્હી,તા.૩
નવા વર્ષે ચીનના સરકારી મીડિયા સાથે જોડાયેલા ચીની પત્રકાર શેન શિવેઈએ પોતાના ટિ્‌વટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં ચીની સૈનિકોએ એક ઘાટી વિસ્તારમાં ઝંડો ફરકાવતા બતાવવામાં આવ્યા છે. આ વીડિયો શેર કરીને એક ચીની પત્રકારે લખ્યુ છે કે નવા વર્ષ ૨૦૨૨ના પહેલા દિવસે ગલવાન ઘાટીમાં ચીનનો રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવવામાં આવ્યો. ચીને ભારતીય સીમા પાસે ગલવાન ઘાટીમાં ઝંડો ફરકાવીને પોતાના લોકોને સંદેશ આપ્યો છે કે તે એક ઈંચ પણ જમીન નહિ આપે.ચીની પત્રકાર શેન શિવેઈએ આગળ લખ્યુ કે આ રાષ્ટ્રીય ધ્વજ ખૂબ જ ખાસ છે કારણકે તેને સૌથી પહેલા બેઈજિંગના થિએનમેન સ્કવેર પર ફરકાવવામાં આવ્યો હતો. ચીની શાસને તેના પર ટેંક લગાવ્યા હતા અને તેને તોપોથી ઉડાવી દીધુ હતુ. આ ઘટનામાં હજારો યુવકો માર્યા ગયા હતા ત્યારબાદ ત્યાં જે ઝંડો ફરકાવવામાં આવ્યો હતો તેને ચીને ગલવાન ઘાટીમાં કથિત રીતે ફરકાવ્યો હતો. ચીને પોતાની સીમામાં આ ઝંડો ફરકાવ્યો છે પરંતુ આ પહેલા રાજ્ય મીડિયા સાથે જોડાયેલા એક પત્રકાર જેમણે ઘણી વાર ભારત વિરોધી પોસ્ટ લખી છે. તેમણે આને વિશેષ રૂપે ગલવાન ઘાટીને ઉલ્લેખ કરીને શેર કર્યો છે. જેનો ઉદ્દેશ ભારતને ભડકાવવા કે ચિડવવાનો છે. ઉલ્લેખનીય છે કે જૂન, ૨૦૨૦માં ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના જવાનો વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. જેમાં ૨૦ ભારતીય જવાનો શહીદ થઈ ગયા હતા.
વીડિયો સામે આવ્યા બાદ રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને મોદી સરકારને મૌન તોડવા માટે કહ્યુ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂર્વ લદ્દાખના ગલવાન વિસ્તારમાં ચીની ઘૂસણખોરી પર મૌન તોડવા માટે કહ્યુ. પૂર્વ લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં ચીની ઘૂસણખોરીને ઉકેલવા માટે વિપક્ષી દળો મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે. રાહુલ ગાંધીએ ટિ્‌વટર પર કહ્યુ, ’ગલવાન પર આપણે તિરંગો સારો લાગી રહ્યો છે. ચીનને જવાબ આપવો જોઈએ. મોદીજી મૌન તોડો.’ આ પહેલા રાહુલ ગાંધીએ અરુણાચલ પ્રદેશાં ૧૫ ચીની સ્થાનોના નામ બદલાયા બાદ સરકારને ઘેરવાની માંગ કરી ીહતી. જો કે ચીનના આ એલાન પર ભારતના વિદેશ મંત્રાલયે પલટવાર કરીને કહ્યુ કે આનાથી કંઈ પણ નહિ બદલાય અને અરુણાચલ પ્રદેશ ભારતનુ અભિન્ન અંગ જ રહેશે.
ગલવાનમાં ચીનનો ધ્વજ ફરકાવાને લઈને વિપક્ષ આકરા પાણીએ, સરકારને ઘેરી
ચીન તેના પ્રોપગેન્ડા (પ્રચાર યુદ્ધ)દ્વારા પૂર્વી લદ્દાખ પર પ્રભુત્વ મેળવવા માંગતું હતું, પરંતુ ૫ મે ૨૦૨૦ ના રોજ હિંસક અથડામણમાં તેને યોગ્ય જવાબ મળ્યો. ત્યારથી તેમનું પ્રચાર તંત્ર વધુ સક્રિય બન્યું છે. હવે તેણે પોતાના સૈનિકોને ગલવાન ઘાટીમાં ચીનનો ધ્વજ ફરકાવતા બતાવ્યો છે. ભારતમાં આ મામલે વિપક્ષ સરકારને ચારેકોર ઘેરી રહી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મામલે મૌન તોડવાની અપીલ કરી છે. મેજર જનરલ (નિવૃત્ત) જીડી બક્ષીએ પણ કબૂલ્યું છે કે ભારતીય જમીન પર ચીનના કબજાના આરોપોને સંપૂર્ણ રીતે નકારી શકાય નહીં.કેરળના વાયનાડથી કોંગ્રેસના સાંસદ, રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પૂર્વી લદ્દાખના ગલવાન ક્ષેત્રમાં ચીની ઘૂસણખોરી પર મૌન તોડવા કહ્યું. રાહુલ ગાંધીએ ટિ્‌વટર પર કહ્યું, ગલવાનમાં અમારો ત્રિરંગો સારો લાગે છે. ચીને જવાબ આપવો પડશે. મોદીજી, મૌન તોડો. કોંગ્રેસ પૂર્વ લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં ચીનની કથિત ઘૂસણખોરીને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતી રહી છે. ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના ૧૫ જગ્યાઓના નામ બદલવાના પગલાને રાહુલ ગાંધીએ વખોડતા સરકાર પર નિશાન સાધ્યું હતું. બીજી તરફ યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીએ વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યો અને પૂછ્યું કે તેમની ૫૬ ઈંચની છાતી ક્યાં ગઈ? રાહુલે ટ્‌વીટ કર્યું, ’નવા વર્ષ નિમિત્તે ભારતની ગલવાન ખીણમાં ચીનનો ધ્વજ ફરકાવ્યો. ૫૬ ઇંચ છાતી ધરાવતો ચોકીદાર ક્યાં છે?’ શું ખરેખર ચીનની સેના આપણી ધરતી પર આવી છે? નિવૃત્ત મેજર જનરલ જીડી બક્ષીએ કહ્યું કે આ આશંકાને સંપૂર્ણ રીતે નકારી શકાય નહીં. તેમણે કહ્યું, ’ભારત-ચીન યુદ્ધ પછી બંને દેશો નિયંત્રણ રેખા (ન્છઝ્ર) પર સંમતિ સધાઈ હતી અને બંને દેશોએ તેનું સન્માન કરવાનો સંકલ્પ કર્યો હતો. ભારતે આ કર્યું, પરંતુ ચીનના પક્ષમાંથી આવું કંઈ લાગતું નથી.’ નવા વર્ષ નિમિત્તે ચીની સૈનિકો સાથે મીઠાઈ વહેંચવાની ઘટના પર પણ તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.

Previous articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૩૭૫૦ કેસ નોંધાયા
Next articleસેન્સેક્સમાં ૯૨૯ અને નિફ્ટીમાં ૨૭૨ પોઈન્ટનો થયેલો વધારો