ભાવનગર રેલવે મંડળ દ્વારા રેલવે ટ્રેકની આસપાસ પતંગો ન ઉડાવવા અપીલ કરી

83

દોરામાં મેટાલિક પાવડરનો ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે તેનાથી માનવ જીવન જોખમમાં આવી શકે છે
ભાવનગર મંડળના કેટલાક અનુભાગો પર ઓવરહેડ વોલ્ટેજ ઈલેક્ટ્રીક વાયર દ્વારા 25000 વોલ્ટ પર રેલ્વે ટ્રેકનું વીજળીકરણ કરવામાં આવ્યું છે. ઓવરહેડ ટ્રેક્શન વાયરમાં ફસાયેલા પતંગ અને દોરાને દૂર કરવા જેવી પ્રવૃતિઓ જોવા મળે છે, જેના કારણે માનવ જીવન જોખમાય છે. 25000 વોલ્ટના ઓવરહેડ ટ્રેક્શન વાયરમાં ફસાયેલી પતંગોને વાયરમાંથી બહાર નીકાળતી વખતે માનવ જીવન જોખમમાં મુકાઇ શકે છે અને ઓવરહેડ ટ્રેક્શન વાયર તૂટી શકે છે. જેના કારણે રેલ્વે ટ્રાફિક ગંભીર રીતે ખોરવાઈ શકે છે અને માનવ જીવનને પણ નુકસાન થઈ શકે છે. વધુમાં એ પણ સૂચિત કરવામાં આવે છે કે, કેટલાક પતંગના દોરાઓ પર મેટાલિક પાવડર કોટિંગ કરવામાં આવે છે જેના કારણે ઓવરહેડ ટ્રેક્શન વાયરની આસપાસ પતંગ ઉડાવતી વખતે માનવ જીવનને નુકસાન થઈ શકે છે. તેથી જનતાને વિનંતી કરવામાં આવે છે કે રેલ્વે ટ્રેકની નજીક પતંગ ઉડાવતી વખતે દોરામાં મેટાલિક પાવડરનો ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે તેનાથી માનવ જીવન જોખમમાં આવી શકે છે અને અન્ય લોકોને પણ આવું ન કરવાની સલાહ આપો તેમ વરિ. મંડલ વાણિજ્ય પ્રબંધક માશૂક અહમદએ જણાવ્યું હતું.

Previous articleસેન્સેક્સમાં ૯૨૯ અને નિફ્ટીમાં ૨૭૨ પોઈન્ટનો થયેલો વધારો
Next articleપર્સનાલીટી ડેવલપમેન્ટ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રજ્ઞાચક્ષુઓને તૈયાર કરવા અંધ ઉદ્યોગ શાળા ખાતે સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરનો આરંભ