પર્સનાલીટી ડેવલપમેન્ટ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રજ્ઞાચક્ષુઓને તૈયાર કરવા અંધ ઉદ્યોગ શાળા ખાતે સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરનો આરંભ

97

રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખાનાં સંચાલન નીચે પ્રજ્ઞાચક્ષુઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ સારી રીતે ઉતીર્ણ કરી શકે તેવા હેતુથી તેના વ્યક્તિત્વ વિકાસનાં પાસાઓને વિકસાવવા ધી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઈ.કં.પ્રા.લિ.મુંબઈ હસ્તે મહેશભાઈ વી.ગાંધીનાં આર્થિક સહયોગથી ભાવનગર મહાનગરપાલિકાનાં સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ધીરુભાઈ ધામેલીયાનાં વરદ હસ્તે રીબીન કાપી સેન્ટરનો આરંભ કરવામાં આવ્યો હતો. સેન્ટરમાં પ.પૂ.આચાર્ય ભગવંત શ્રીમદ વિજયપ્રબોધચંદ્રસુરીશ્વરજી મ.સા.(ચકાચકદાદા)એ પાવન પગલાં કરી તાલીમાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા. જેમાં પ્રજ્ઞાચક્ષુઓને સ્પર્ધાતમક પરીક્ષાની તબક્કાવાર તાલીમ આપવામાં આવશે આ ઉપરાંત તેને સ્પોકન ઈંગ્લીશ, કોમ્પ્યુટર અને પર્સનાલીટી ડેવલપમેન્ટનું વિશેષ શિક્ષણ પણ પૂરું પાડવામાં આવશે. રસ ધરાવતા નેત્રહીન ઉમેદવારો સંસ્થાનો સંપર્ક કરી શકે છે. તજજ્ઞ ફેકલ્ટી પણ આ સેન્ટરમાં પોતાની સેવા પ્રદાન કરી શકે છે. તેવી માહિતી સંસ્થાનાં જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ આપી હતી.

Previous articleભાવનગર રેલવે મંડળ દ્વારા રેલવે ટ્રેકની આસપાસ પતંગો ન ઉડાવવા અપીલ કરી
Next articleસિહોરના હ્રદયરોગની જન્મજાત તકલીફ ધરાવતા દોઢ વર્ષના બાળકનું રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ હેઠળ નિઃશુલ્ક ઓપરેશન કરાયું