ઝરખને શરમાળ પ્રાણી ગણવામાં આવે છે સામાન્ય રીતે શહેરી વિસ્તારમાં ઝરખ જોવા મળતા નથી
ભાવનગર શહેરના પ્રવેશદ્વાર એવાં નારી ગામ નજીક રોડપર જંગલી ઝરખનું ઝુંડ રોડપર જોવા મળતા વાહન ચાલકો હેરતમા મુકાયા હતાં,નારી ગામ નજીક આજે વહેલી પરોઢિયે ગાઢ ધૂમ્મસ અને અંધકાર વચ્ચે રોડ ઝરખનું ઝુંડ જોવા મળ્યું હતું. આ અંગે મુસાફરો-વાહન ચાલકો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના નારી ચોકડીથી નારી તરફના (અમદાવાદ શોર્ટ રૂટ પર) નારી ગામ નજીક આજે વહેલી પરોઢિયે ગાઢ ધૂમ્મસ અને અંધકાર વચ્ચે રોડ વચ્ચે પ્રથમ કુતરાઓનુ મોટું ટોળું એકઠું થયું હોય એવું લાગી રહ્યું હતું. જોકે વાહન ચાલકોએ વાહન આ પશુના ટોળા નજીક લઈ જતાં ટોળું રોડપરથી નીચે ઉતરી ગયું હતું પરંતુ ધ્યાનથી જોતાં ખ્યાલ આવ્યો હતો કે આ કુતરા નહીં પરંતુ જંગલી ઝરખ છે. શહેરથી વહેલી પરોઢિયે અમદાવાદ જવા નિકળેલ એક વિદ્યાર્થી તથા અન્ય વાહન ચાલકોએ શહેર ને અડીને આવેલા વિસ્તારમાં આવી રીતે પ્રથમ વખત ઝરખનું ઝુંડ નિહાળ્યું હતુ. આ અંગે જંગલી પ્રાણીઓના નિષ્ણાંત તથા રીસર્ચ કરતાં તથા ફોરેસ્ટ વિભાગમાં સેવા બજાવી નિવૃત્ત થયેલ જી.બી પુરોહિતે જણાવ્યું હતું કે ઝરખ શરમાળ પ્રાણી ગણાય છે અને ભાગ્યે જ માનવ વસાહત આસપાસ જોવા મળે છે ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલ કાળીયાર નેશનલપાર્ક માં જંગલી ઝરખની નોંધપાત્ર સંખ્યા જોવા મળે છે પરંતુ આ પ્રાણી પોતાની ટેરેટરી છોડી આટલાં દૂર ના અંતર સુધી આવી ચડે એ નવાઈની વાત છે આ ઝરખનું ઝુંડ ગણતરી ની મિનિટોમાં રસ્તો છોડી નીચે ઉતરી ગયું હતું પરંતુ વહેલી સવારે અજાણ્યા પ્રાણીના ઝુંડ ને નિહાળી લોકો હેરતમા મુકાયા હતાં.