અંધ અભ્યુદય મંડળ દ્વારા જરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને ૯૦મી વાર અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું…

320

૨૨ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અન્નપૂર્ણા યોજના અંતર્ગત માસિક અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તા.૦૪/૦૧/૨૨ ને મંગળવારનાં રોજ અંધ અભ્યુદય મંડળ ભાવનગર દ્વારા અંધ શાળા ખાતે આર્થિક રીતે પછાત અને જરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંડળના પ્રમુખ લાભુભાઈ ટી. સોનાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે મંડળનો આ અનાજકીટ વિતરણનો ૯૦મો માસિક કાર્યક્રમ છે. આ પ્રંસગે કિર્તીભાઈ શાહ, મહેશભાઈ પાઠક, પંકજભાઈ ત્રિવેદી, કનુભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હસમુખભાઈ ધોરડાએ કર્યું હતું. અત્રે એ નોંધવું ઘટે કે અંધ અભ્યુદય મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને પ્રતિમાસ અનાજકીટનું વિતરણ કરવામાં આવે છે.

Previous articleભાવનગરના નારી ગામ પાસે રસ્તા પર ઝરખનું ઝુંડ આવી ચડતા વાહનચાલકો આશ્ચર્યમાં મૂકાયા
Next articleશિહોરની સર્વોત્તમ ડેરીના સુપરવાઈઝરની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા