કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં સંયુક્ત ઉપક્રમે વિશ્વ બ્રેઇલ દિવસની ઉજવણીનાં ભાગરૂપે “અજવાળાનાં વારસદાર” ૧૦ મું વિશિષ્ટ પ્રદર્શન

274

ભાવનગરનાં જાણીતા ઉદ્યોગપતિ જયસુખભાઈ એમ. ટાણાવાળા(જયુકાકા) દ્વારા દીપપ્રાગટ્ય કરી ખુલ્લું મુકાયું.
નેત્રહીનોમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને પ્રદર્શિત કરતું દ્વિ – દિવસીય વિશિષ્ટ પ્રદર્શન ઓનલાઈન અને ઓફલાઈન ખુલ્લું મુકતા જયસુખભાઈ એમ. ટાણાવાળા(જયુકાકા)એ જણાવ્યું હતું કે કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા પ્રજ્ઞાચક્ષુઓનાં શિક્ષણ ક્ષેત્રે વર્ષોથી કામ કરી રહી છે તે ભાવનગરનું આભુષણ બની ગઈ છે. આ પ્રસંગે ભાવનગર મહાનગરપાલિકા સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન ધીરુભાઈ ધામેલીયાએ પ્રજ્ઞાચક્ષુઓની ક્લાશક્તિને બિરદાવી હતી જ્યારે વિશિષ્ટ પ્રદર્શનનો હેતુ સંસ્થાનાં જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ સમજાવ્યો હતો. આ પ્રસંગે મહેમાનોનું શાબ્દિક સ્વાગત સંસ્થાનાં ઉપપ્રમુખ કીર્તિભાઈ શાહે કર્યું હતું. જ્યારે સંસ્થાનાં પ્રમુખ શશીભાઈ વાધરે સંસ્થાનો ગૌરવરૂપ ઈતિહાસ જણાવ્યો હતો. આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી પ.પૂ.આચાર્ય ભગવંત શ્રીમદ વિજયપ્રબોધચંદ્રસુરીશ્વરજી મ.સા.(ચકાચકદાદા) એ જણાવ્યું હતું કે પ્રજ્ઞાચક્ષુઓમાં અદ્ભુત કલા શક્તિ છુપાયેલી હોય છે તેમના શિક્ષણ, રોજગાર અને પુનઃસ્થાપન માટે અવિરત કામ કરતી સંસ્થાનાં વિકાસમાં જેમને ઈશ્વરે લક્ષ્મી આપી છે તેમણે ઉદારતાથી લક્ષ્મીનો સદુપયોગ કરવો જોઈએ આ પ્રસંગે તેમણે નેત્રહીનોની કલાશક્તિનાં વિવિધ ઉદાહરણો આપી સંસ્થાની યાત્રાને આગળ ધપાવવા શ્રેષ્ઠીઓને આગળ આવવા અનુરોધ કર્યો હતો. સંસ્થાનાં કલાવૃંદે જૈન સ્તવનો રજુ કરી ભક્તજનોનાં દિલ જીતી લીધા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઘનશ્યામભાઈ બારૈયાએ કર્યું હતું.જ્યારે આભારદર્શન હર્ષકાંતભાઈ રાખશીયાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાનાં કાર્યકરો, કર્મચારીઓ અને કુમારશાળાનાં સ્વયંસેવક વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleખોડલધામ જીલ્લા સમિતિના ચેરમેન નરેશભાઈ પટેલ આવતીકાલે ભાવનગરની મુલાકતે
Next articleભાવનગર જિલ્લામાં આજે કોરોનના ૨૨ નવા કેસ, એકનું મોત