હજુ લાભાર્થીઓએ રહેવાનું શરૂ પણ નથી કર્યું એ પૂર્વે નબળા બાંધકામ, ડ્રેનેજ સહિતની વ્યાપક ફરિયાદો ઉઠી
શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ નવનિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફ્લેટમાં લોકો રહેવા આવે એ પૂર્વે અલગ અલગ સમસ્યાઓ ની હારમાળા સર્જાતા લાભાર્થીઓમાં હોહા મચી છે અને લેખિત મૌખિક ફરિયાદો સાથે સત્તાધીશો-અધિકારીઓના કાન આમળવાનુ શરૂ કરતાં ભારે ચકચાર મચી જવા પામી છે.ભાવનગર શહેરમાં મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રી આવાસ યોજના ના ફ્લેટોમા નબળા બાંધકામ સવલતોનો અભાવ પાણી-ડ્રેનેજ ને લગતી વ્યાપક ફરિયાદો સાથે કોન્ટ્રાક્ટર દ્વારા બાંધકામ માં નબળી ગુણવત્તા નું માલ મટીરીયલ્સ વાપરી ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની બૂમરાણ પહેલેથીજ મૌજુદ છે ત્યારે વધુ એક ભ્રષ્ટાચાર ઉજાગર લોકાના રહેવા આવ્યાં પૂર્વે ઉજાગર થતાં ભારે ચકચાર મચી જવા પામી છે.
આજથી બે માસ પૂર્વે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા શહેરના સુભાષનગર વિસ્તારમાં તૈયાર થયેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ફ્લેટોમા છેલ્લા બે માસમાં ૨૦૦ જેટલા લાભાર્થી ઓ રહેવા માટે આવ્યાં છે પરંતુ આવેલ લાભાર્થી ઓની ઘરના ઘરની આશા-સ્વપ્નાઓ આવતાંની સાથે જ રોળાયા છે આ આવાસના બાંધકામ માં કોન્ટ્રાક્ટર દ્વારા તદ્દન હલકી ગુણવત્તાના માલ-મટીરીયલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું લોકો જણાવે છે તેમજ બાંધકામ પણ અત્યંત નબળું હોવા સાથે દિવાલોમાં ભેજ સાથે “લૂણો” લાગવો છત માથી પાણી ટપકવુ ડ્રેનેજની લાઈનો પ્રારંભથી જ ભરાયેલી હોવી પિવાનુ પાણી ન આવવું છતમાથી પોપડા ખરવા નિત્ય સાફસફાઈ સાથે જરૂરી મેઈન્ટેન્સનો અભાવ સહિતની વ્યાપક ફરિયાદો ઉઠી છે આથી લાભાર્થીઓ દ્વારા કમિશ્નર મેયર સહિતનાઓને લેખિત મૌખિક રજૂઆત કરી છે અને તત્કાળ સમસ્યા ઉકેલની માંગ કરી રહ્યાં છે કેટલાક લાભાર્થીઓએ રડમસ ચહેરે જણાવ્યું હતું કે સરકારે અમારી સાથે ઘરના ઘરના નામે ખુલ્લી છેતરપીંડી આચરી છે !