કેન્દ્રીય કર્મચારીઓના ખાતામાં સરકાર ૨ લાખ જમા કરાવશે

89

જો આવું થશે તો આવનારા દિવસોમાં કેન્દ્રીય કર્મચારીઓને એક વખતમાં બે લાખથી વધારેની રકમ હાથમાં આવી શકે છે
નવી દિલ્હી,તા.૪
કેન્દ્ર સરકારના ૩૧ લાખથી વધારે કર્મચારીઓને ટૂંક સમયમાં નવા વર્ષની બમ્પર ભેટ મળવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર આ મહિને મોંઘવારી ભથ્થાના એરિયરની ચૂકવણી કરી શકે છે. સરકાર છેલ્લાં ૧૮ મહિનાના અટકેલા ડ્ઢછ એરિયરની એકસાથે ચૂકવણી કરવાની તૈયારીમાં છે. જો આવું થશે તો આવનારા દિવસોમાં કેન્દ્રીય કર્મચારીઓને એકવખતમાં બે લાખ રૂપિયાથી વધારેની રકમ હાથમાં આવી શકે છે. એક સરકારી રિપોર્ટ પ્રમાણે એક માર્ચ ૨૦૧૯થી કેન્દ્ર સરકારના કર્મચારીઓની સંખ્યા ૩૧.૪૯ લાખ હતી. કોરોનાના કારણે એવી પરિસ્થિતિ ઉભી થઈ કે ડીએની ચૂકવણી ૧૮ મહિનાથી પેન્ડિંગ હતી. હવે સમાચાર સામે આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર આ કર્મચારીઓને ૧૮ મહિનાના પેન્ડિંગ ડીએને આ મહિને ક્લિયર કરવાની છે. જો ૧૮ મહિનાનું પેન્ડિંગ ડીએ ચૂકવવામાં આવશે તો અનેક કર્મચારીઓને એકવારમાં બે લાખ રૂપિયાથી વધારેની રકમ મળવાની છે. સમાચારનું માનીએ તો સેન્ટ્રલ કેબિનેટની આગામી બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે.
આ બેઠકમાં ડીએ અને ડીઆરને વધારવાનો નિર્ણય પણ થઈ શકે છે. તે ઉપરાંત વળતર વધારવાની પણ તૈયારી છે. આ પહેલાં કેન્દ્ર સરકારે ગયા વર્ષે ઓક્ટોબરમાં ડીએ અને ડીઆરને ૧૭ ટકાથી વધારીને ૩૧ ટકા કરી દીધુ હતું. મોંઘવારીને કાબૂમાં રાખવા માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર પૂર્વ કર્મચારીઓને વર્ષમાં બે વખત ડીએ-ડીઆરના વધારાનો ફાયદો આપવામાં આવે છે. જો આવનારી બેઠકમાં ૧૯ મહિનાના એરિયર ક્લિયરનો નિર્ણય લેવામાં આવશે તો લેવલ-૧ના કર્મચારીઓને ૧૧,૮૦૦ રૂપિયાથી લઈને ૩૭,૫૫૪ રૂપિયા મળશે. આ રીતે લેવલ-૩ના કર્મચારીઓને એકવખત ૧,૪૪,૨૦૦ રૂપિયાથી લઈને ૨,૧૮,૨૦૦ રૂપિયા સુધી મળી શકે છે.

Previous articleછેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૭૩૭૯ નવા કેસ નોંધાયા
Next articleદિલ્હી અને યુપીમાં સામાન્ય, મ.પ્રમાં ભારે વરસાદની આગાહી