ઓમિક્રોનના વધતા જોખમ વચ્ચે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે પોતે મંગળવારે સવારે ટ્વીટ કરીને લોકોને આ અંગેની જાણકારી આપી છે. તેઓને કોરોનાના હળવા લક્ષણો છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ અરવિંદ કેજરીવાલે પોતાને ઘરની અંદર ક્વોરેન્ટાઈન કરી લીધા છે. તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ ટેસ્ટ કરાવવા કહ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રીએ ટિ્વટ કરીને કહ્યું- ’હું કોરોના પોઝિટિવ આવ્યો છુ. મેં મારી જાતને ઘરની અંદર ક્વોરેન્ટાઇન કરી છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓએ પોતાને આઈસોલેટ કરી દે અને પોતાનો ટેસ્ટ કરાવી લે. દિલ્હીમાં કોરોના મહામારી બેકાબુ થતા લોકોમાં દહેશતનો માહોલ છે. સોમવારે પહેલી વાર કોરોનાના ૪૦૦૦થી વધારે નવા કેસ નોંધાયા બાદ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને ૧૪.૫૮ લાખને પાર પહોંચી છે. તેની સાથે ફરી એક વાર પોઝિટિવીટી રેટ વધીને ૬.૪૬ ટકા થઈ ગયો છે. કોરોના સંક્રમણને કારણે સોમવારે ૧ દર્દીનું મોત થયું છે. સંક્રમણ દર વધતા હવે દિલ્હીમાં લોકડાઉન લગાડવાની ચર્ચાએ જોર પકડ્યું છે. દિલ્હીમાં સતત ૧૦મા દિવસે કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે.
Home National International દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ઘરે જ ક્વોરન્ટાઈન થયા