15 થી 18 વર્ષના લાભાર્થીઓનું રસીકરણ શરૂ થયાનો આજે ત્રીજો દિવસ
મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગર ખાતે આજરોજ બુધવારના રોજ 15-18 વર્ષથી નીચેની વયના વિદ્યાર્થિનીઓ માટે કોરોના વેક્સિનનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીએ આજે સમગ્ર વિશ્વમાં ભરડો લીધો છે. છેલ્લા કેટલાક સમયથી સમગ્ર વિશ્વમાં આ મહામારીને કારણે લોકો મૃત્યુ પામ્યા છે અને લાખો લોકોને આની અસર છે આજ પરિસ્થિતિને ધ્યાને રાખીએ તો ભારત સહીત વિશ્વના અનેક દેશોમાં આ મહામારીને કારણે આર્થિક, શૈક્ષણિક, આરોગ્યમાં આની અસર થઇ છે. આ મહામારીની સાથે લડવા વિશ્વના અનેક વૈજ્ઞાનિકો આ મહામારીની સામે રક્ષણ મળે તે માટે સંશોધનો કરી રહ્યા છે આ કોરોના મહામારીમાં નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગર દ્વારા ઉકાળા વિતરણ, કીટ વિતરણ, કોરોના ના વિશે સાચી જાણકારી માટે જાગૃતિના કાર્યક્રમો વર્ષ દરમિયાન કરવામાં આવ્યા હતા. ભારતના વૈજ્ઞાનિકો દ્વારા આ મહામારી ને નાથવા પુખ્ત વયના લોકો માટેની રસીની શોધ કરવામાં આવી હતી. તાજેતરમાં ભારતના વિજ્ઞાનીકો દ્વારા 18 વર્ષથી નીચેની વયના યુવા વર્ગ માટે રસીની શોધ કરવામાં આવી છે. અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે યુવા વર્ગને આ રસી લેવા માટે અનુરોધ કર્યો છે. તેના ભાગ રૂપે આજરોજ નંદકુવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કોલેજની 18 વર્ષથી નીચેની વિદ્યાર્થિનીઓએ લાભ લીધો હતો.