શહેરમાં ૧૦૫ અને ગ્રામ્યમાં ૯ દર્દીઓ મળી કુલ ૧૧૫ એક્ટિવ કેસ
ભાવનગર શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ભાવનગર જિલ્લામાં આજે ૪૦ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે, જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૩૮ નવા કેસ નોંધાયા હતા જેમાં ૨૪ પુરુષનો અને ૧૪ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ગ્રામ્યમાં પણ ૨ કેસ નોંધાયા હતા જેમાં ૧ પુરુષનો અને ૧ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ભાવનગર સર ટી હોસ્પિટલના ૩ મહિલા ડોક્ટર તથા ૧ જ્ઞાનમંજરી ઇન્સ્ટિટ્યૂટ કોલેજના પેહલા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી, સેન્ટ્રલ સોલ્ટનો એક કર્મચારી, જીઈસી કોલેજના પ્રોફેસર સહિત કોરોનાની ઝપડેમાં આવ્યા હતા, જ્યારે બાકી બધા ભાવનગર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં મળી ૩૮ કેસ નોંધાયા હતા. આમ, શહેરમાં એક્ટિવ દર્દીની સંખ્યા વધીને ૧૦૫ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૯ દર્દી મળી કુલ ૧૧૪ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૧ હજાર ૬૩૬ કેસ પૈકી હાલ ૧૧૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૦૦ દર્દીઓનું અવસાન થયું છે.