કોરોનાના વધતા સંક્રમણને કારણે ભાવનગર પાલિકા કમિશ્નરે સિવિલ હોસ્પિટલે દોડી જઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો

351

ભાવનગરમાં છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના નવા 94 કેસ નોંધાતા તંત્ર ચિંતિત
ભાવનગરમાં દિનપ્રતિદિન વધતા જતા કોરોના કેસને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. જેના અનુસંધાને આજે ગુરૂવારના રોજ ભાવનગર મહાનગરપાલિકાના કમિશ્નર એમ.એ. ગાંધી દ્વારા સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલમાં સંચાલકો સાથે મિટિંગ યોજીને હોસ્પિટલમાં ચાલી રહેલી તૈયારીઓની મુલાકાત લીધી હતી.

સરકાર દ્વારા ત્રીજી લહેરની ઘોષણા થઈ ગઈ છે. ત્યારે ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાનો આંકડાઓ સતત વધતો જાય છે. તેમજ ભાવનગરમાં પણ છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના નવા 94 કેસ નોંધાતા તેને લઈને તંત્ર ચિંતિત છે. જેથી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને આજે ગુરૂવારના રોજ ભાવનગર મહાનગરપાલિકાના કમિશ્નર એમ.એ.ગાંધી દ્વારા સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી.
આ મુલાકાતમાં તેમણે હોસ્પિટલના સંચાલકો સાથે મિટિંગ કરીને કોરોના વોર્ડની મુલાકાત લીધી હતી. જેમાં કોરોના વોર્ડમાં ચાલી રહેલું રિનોવેશન કામકાજ આગામી દિવસોમાં વહેલાસર પૂર્ણ થઈ જાય અને કોરોના વોર્ડ જલ્દીથી તૈયાર થઈ જાય તે અંગે ચર્ચાઓ કરી હતી. તેમજ આવનારા સમયમાં કોરોનાના કેસને લઈને ગંભીર આંકડાઓ સામે આવે તો તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવે તેવી તાકીદ કરી હતી. કોરોના પોઝિટિવ દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તે હેતુસર તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.

Previous articleપુલવામામાં જૈશના ત્રણ આતંકીને ઠાર કરતી સેના
Next articleભાવનગર શહેર-જિલ્લામાં ફરી એકવાર વાદળછાયું વાતાવરણ, માવઠાના માહોલને પગલે ખેડૂતો ચિંતામાં