નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)એક કુદરતી આપત્તિજનક અને જોખમી પરિસ્થિતિ જેવી કે દેશમાં ભૂકંપ,પૂર,આગ જેવી કુદરતી આકસ્મિક ઘટનાઓ, પ્રાથમિક સારવાર, રેસ્ક્યુ ઓપરેશન ને પહોંચી વળવા ભારત સરકારની સર્વોચ્ચ સંસ્થા તરીકે વર્ષ ૨૦૦૬માં રચના કરવામાં આવી હતી. જેના અંતર્ગત પ્રત્યક્ષ ડેમોસ્ટ્રેશન તેમજ માર્ગદર્શન સેમીનાર ગઢડા ખાતે ક.ર.વી.ગો કન્યા વિદ્યાલયના પટાંગણમાં યોજવામાં આવ્યો હતો. ૬-(NDRF) બટાલિયન ટીમ નં.૬-Dતેમજ તેમના ઇન્સ્પેક્ટર રાજેશકુમાર મીણા દ્વારા બોટાદ જિલ્લામાં શાળા, કોલેજ, નગરપાલિકા જેવા સાર્વજનિક સ્થળોએ ૧૫ દિન સુધી જન જાગૃતિ અર્થે આવેલ હોય જેના અનુસંધાને આજ રોજ એક સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં ગઢડા ભક્તરાજ દાદા ખાચર કોલેજ, આઈટીઆઈ સંસ્થા, ક.ર.વી.ગો કન્યા વિદ્યાલય, એમ.એમ.હાઈસ્કૂલના કુલ ૯૦૦થી વધારે વિદ્યાર્થી ભાઈઓ- બહેનોએ રૂબરૂ નિદર્શનો તેમજ માર્ગદર્શન સેમિનારમાં લાભ લીધો હતો.