સરકારી વિનયન કોલેજ ભેસાણમાં રંગોળી સ્પર્ધા યોજાઈ

104

તારીખ ૫ જાન્યુઆરી ના રોજ સરકારી વિનયન કોલેજ ભેસાણ માં સપ્તધારા પ્રકલ્પ અંતર્ગત રંગ- કલા કૌશલ્ય ધારા હેઠળ ” રંગોળી” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમાં કોલેજ ના કુલ ૧૩ વિઘાથીઓએ ભાગ લીધો હતો.આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવાનો રહ્યો છે. આ પ્રતિયોગિતામાં વિધાર્થીઓએ સાંપ્રત સમયમાં પ્રવર્તિત કોવિડ – ૧૯ મહામારી વિશે રંગોળી દોરી લોકોને જાગૃત કર્યા હતા. સાથોસાથ આ સ્પર્ધામાં વિધાર્થીઓ દ્વારા , વિવિઘ પ્રકાર ની કલાત્મક રંગોળી દોરવામાં આવી હતી. વિધાર્થીઓએ રંગોળી દોરી રંગોના પ્રભાવ અને પ્રભુત્વથી વાતાવરણ પુલકિત કરી દિઘુ હતુ. માણસના જીવન રંગો નું ખૂબ મહત્વ છે.અને કહેવાય છે કે રંગોળી એ પ્રેમનું પ્રતિક છે. સ્વાગતનું સ્વસ્તિક છે. રંગરૂપી ભાવ છે અને આકૃતિ રૂપી આવકાર છે. આ સમગ્ર સ્પર્ધાનું આયોજન કોલેજના આચાર્ય ડો. યોગેશકુમાર વી.પાઠક સાહેબ ના માર્ગદર્શન હેઠળ થયું હતું.આ સ્પર્ધાનું વિશેષ આયોજન રંગ કલા કૌશલ્ય ધારા ના કોર્ડીનેટર ડો.સરોજબેન.નારીગરા કો – કોર્ડીનેટર ડૉ. સંજય એલ બંધિયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતુ. નિર્ણાયક તરીકે પ્રા.પંકજ સોલંકી સાહેબ, ડો.પ્રો.દિલીપ ગજેરા સાહેબ તેમજ પ્રો ડો.સચિન પીઠડીયા સાહેબ એ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ તકે પ્રો ડો. અજય જોષી, પ્રો ડો. પી. વી ગુરનાણી ,પ્રો ડો મહેશ વાઘેલા, લાઈબેરીયન નીતિન ગજેરા સર ,સંગીતાબેન ચૌહાણ,ડો પી. એમ સોંદરવા સાહેબ આ રંગોળી સ્પર્ધા માં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવામાં કોલેજના સમગ્ર સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleભાવનગર જિલ્લામાં આજે ૪૦ નવા કોરોનાના કેસ નોંધાતા ફફડાટ ફેલાયો
Next articleરવિનાના મુશ્કેલ સમયમાં ગોવિંદાએ સાથ આપ્યો હતો