ભાવનગર શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાઢ ધૂમ્મસ છવાયું

105

નજીકના અંતરેથી પણ કોઈપણ વસ્તુ ના દેખાય તેવું ગાઢ ધૂમ્મસ જોવા મળ્યું શહેરમાં ચારે તરફ ધૂમ્મસ છવાતા વાહન ચાલકોને લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી
ભાવનગરમાં વહેલી સવારમાં જ ઝાકળવર્ષાને કારણે શિયાળાએ અસલી મિજાજ દેખાડ્યા હતો. નજીકની વસ્તુ ના દેખાય તેવું ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતુ. વિઝિબિલિટી ડાઉન થવાને કારણે નાના-મોટા તમામ વાહનોએ હેડ લાઇટ ચાલુ રાખવી પડી હતી. છેલ્લા ત્રણ દિવસથી ભાવનગર શહેર અને જિલ્લામાં પવન સાથે ઠંડીનું પ્રમાણ વધ્યું છે સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લય સમગ્ર સૌરાષ્ટ્રની સાથે ભાવનગર પંથકમાં પણ ગઇકાલે છુટ્ટા છવાયા કમોસમી છાંટા પણ પડ્યા હતા.

રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ભાવનગર જિલ્લામાં ગઈકાલે વાતાવરણ આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને આજ વહેલી સવાર સુધી ધૂમમ્સ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના કારણે ક્યાંક વરસાદ તો ક્યાંક હળવું ઝાપટું પડ્યું હતું. ભાવનગર શહેર વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાઢ ધુમ્મસ છવાયું હતું. જેમાં સવારે બોરતળાવ પર હિલ સ્ટેશન પર હોય તેવું ગાઢ ધૂમમ્સ છવાયું હતું. શહેરના મુખ્ય રસ્તાઓ પર ચારે તરફ ધુમ્મસ વાળું વાતાવરણ જોવા મળતા આહલાદક નજારો જોવા મળ્યો હતો, પણ વાહનચાલકોને થોડેક અંશે મુશ્કેલીમાં મુકાયા હતા. કારણ કે ધુમમ્સ એટલું ગાઢ હતું કે નજીકના અંતરેથી પણ કોઇપણ વસ્તુઓ દેખાતી ન હતી અને વાહન ચાલકોને ફરજીયાત પણે લાઈટો ચાલુ રાખીને ધીમે ધીમે પસાર થવું પડ્યું હતું.

Previous articleભાવનગર શહેર-જિલ્લામાં સતત વધી રહેલ કોરોના સંક્રમણને પગલે શિક્ષકો, વાલીગણમાં ચિંતા પ્રસરી
Next articleકૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં ૯૧માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાઈ