મોડેલ ડે સ્કૂલ સણોસરામાં તાલુકા-કક્ષાના અનુસૂચિત જાતિના યુવક-યુવતિઓ માટે ૪ દિવસ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ-અલગ શાળાઓમાંથી યુવક- યુવતીઓએ આ શિબિરમાં ભાગ લીધો હતો. આ શિબિરનું ઉદઘાટન નયનાબેન રાણા અને ડૉ.મનોજભાઈ ચૌહાણ ચમોડેલ ડે સ્કૂલ, સણોસરાના આચાર્ય અને ચેતનભાઈ ચૌહાણ ચકરાટે શિક્ષક અને મોડેલ ડે સ્કૂલ, સણોસરાના સ્ટાફ ગણ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે નયનાબેન રાણાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન વિષય અનુસંધાને વક્તવ્ય આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જીવનમાં યોગનું ઘણું મહત્ત્વ છે, જે સમજીને નિયમિત યોગ કરવા જોઈએ. યોગ કરવાથી સ્વાથ્ય સારું રહે છે અને શરીર તંદુરસ્ત રહે છે, બીજા દિવસે વક્તા તરીકે ચેતનભાઈ ચૌહાણએ વિદ્યાર્થીઓને યોગ વિષય અનુસંધાને વક્તવ્ય આપ્યું હતું. વક્તા ડોળીયા સંસ્થાના નિયામક વાલજીભાઇ સરવૈયા આવ્યા હતા.