તળાજાના દાઠા પોલીસના નવા પો.સ.ઈ. ગોસાઈ ચાર્જ સંભાળતાની સાથે જ પંથકમાં કાયદો ઝળવાઈ રહે તે માટે ૪૮ ગામના સરપંચો આગેવાનો સભ્યો અને તમામ પોલીસ સ્ટાફ સાથે રાખી એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએસઆઈ સી.વી. ગોસાઈએ જણાવ્યું હતું કે કાયદો કાયદાનું કામ કરશે અને આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણના જોખમાઈ કોઈપણ આવારા તત્વો માથાભારે લોકો ગામડામાં ભયનું વાતાવરણના ફેલાવે ચૂંટણી શાંતિથી થાય તે માટે ગામના સરપંચો ધ્યાન રાખી કોઈ અવારા તત્વો કાયદાની દખીએ જોખમ ઉભુ કરે તો તાકીદે પોલીસને જાણ કરવી પોલીસ પુરતા પગલા ભરશે અને નવરાત્રી દરમ્યાન કોઈપણ ગામમાં રોમીયોગીરી કરતા અવારા લોકો હોઈ નજીકમાં દેશી વિદેશી દારૂ વેચતા હોય હેરાફેરી કરતા હોય ધ્યાનમાં આવે તો પોલીસ મથકમાં જાણ કરવા જણાવ્યું હતું કોઈ બેન દિકરીયુની છેડતીના બનાવો કે લુખ્ખા તત્વો પરેશાન કરતા હોય તો પણ તાકીદે જાણ કરવા જણાવ્યું હતું અને ટુક સમયમાં જ દાઠા પોલીસ મથક નિચે આવતા ગામના તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો આગેવાનોની પણ મીટીંગ રાખવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું હતું વધુમાં દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોસાઈએ તમામ લોકોને સાથે રહીને કામ કરવાની અને કોઈ પણ પ્રશ્ન હોય તો ઉકેલ લાવવા ખાત્રી આપી હતી.