જિલ્લામાં ઉજ્જવલા યોજનાના ૨ ફેસમાં ૬૮ હજાર કનેકશનની કરાઇ ફાળવણી

97

હજુ અંત્યોદય અને બીપીએલવાળા ૪૯,૦૦૦થી વધુ લાભાર્થી ગેસ કનેકશનથી વંચિત
ભાવનગર શહેર જિલ્લામાં ઉજવલા યોજના ફેસ-૧ અને ફેસ-૨ દરમિયાન આપેલ ટાર્ગેટ મુજબ ૬૮૦૦૦ કનેકશનો ચોપડે બોલી રહ્યા છે જેની સામે હજુ અંત્યોદય અને બીપીએલવાળા ૪૯,૦૦૦ થી વધુ લાભાર્થી ગેસ કનેકશનથી વંચિત છે જેને રેશનનું કેરોસીન હાલ પુરૂ પાડવામાં આવી રહ્યું છે પરંતુ તે પણ જાન્યુઆરી માસમાં ૭૪ ટકા જ ફાળવાયું હોવાનું જણાયું છે. જ્યારે અન્ય જિલ્લામાં ૧૦૦ ટકા ગેસ કનેકશન થતા કેરોસીન ઉપર પૂર્ણવિરામ લાગી ચુક્યું છે. સ્વાભાવિક મહિલાઓને ધુમાડામાંથી મુક્તિ આપવા સરકાર દ્વારા ૧૧ સપ્ટે.-૨૦૧૬ના રોજ ઉજ્જવલા યોજના અમલી કરાઇ હતી અને ભાવનગર જિલ્લાને ૩૪,૦૦૦નો ટાર્ગેટ અપાયો હતો. જો કે, આ ટાર્ગેટ પૂર્ણ કરાયો હતો અને યોજના નવા ટાર્ગેટ સુધી સ્થગિત કરી દેવાઇ હતી. જો કે, લાંબા સમયગાળા બાદ ઉજ્જવલા યોજના ૨.૦ ૨૫,૦૦૦ના લક્ષ્યાંક સામે પુનઃ કાર્યરત કરાઇ હતી અને એક અંદાજ મુજબ ૩૩,૯૩૯ જેટલા ગેસકાર્ડ બનાવાયા હતાં અને ટાર્ગેટ પૂર્ણ કરાયો. સામાન્ય રીતે આ યોજનાનો લાભ અંત્યોદય અને બીપીએલ કાર્ડ ધારકોને મળતો હોય છે. આમ ગેસધારકોની સંખ્યા વધવાની સાથે વિભક્ત થતા કુટુંબોની સંખ્યા વધતા કેરોસીનની માંગમાં નહીવત ઘટાડો નોંધાયો હતો. ગત મહિનામાં બીપીએલ, અંત્યોદય લાભાર્થીઓની સંખ્યા સામે ૮૨.૮૫ ટકા એટલે ૨,૯૫,૦૦૦ લીટરનો જથ્થો વિતરણ કરાયો હતો. જ્યારે ચાલુ મહિને ૭૪.૪૦ ટકાનો એટલે ૨૪૬૦૦૦ લીટર કેરોસીન જથ્થાનું વિતરણ કરવામાં આવનાર છે. જે જિલ્લાના મુળ લાભાર્થી ૪૯,૦૦૦ સામે ૨૫.૬૦ ટકાની ઘટ દર્શાવી રહી છે. જો કે, અન્ય જિલ્લા ૧૦૦ ટકા ગેસ કનેકશન થયા હોય કેરોસીનથી છુટકારો મેળવ્યો છે. જ્યારે ભાવનગર આનાથી ઘણુ છેટુ રહ્યું છે.

Previous articleસરકારી વિનયન કોલેજ ભેસાણમાં સપ્તધારા અંતર્ગત ’- સંગીત નૃત્ય’ ધારાનું આયોજન કરાયું
Next articleCM બગોદરા પાસે કાફલો રોકી ચા પીવા ઉભા રહી ગયા