ઠંડીની ઋતુમાં લાવો ત્વચામાં તાજગી

104

શિયાળામાં ઠંડી હવા ત્વચાની શત્રુ બને છે. આ ઋતુમાં ત્વચાની ખાસ સારસંભાળ રાખવી પડે. સોશિયલ મીડિયા તથા ટીવી પર ત્વચાને સારી રાખવા માટે ઘણી બધી જાહેરાત આવતી હોય છે.ઘણી બધી પ્રોડક્ટસની એડવર્ટાઇઝને કારણે ાપણે સૌ ગુંચાવઇ જઇએ છીએ કે આપણી ત્વચા માટે સૌથી વધારે સારુ શું ? ઘણી વખત ત્વચાની કાળજી લેતી વખતે આપણે અમુક પ્રકારની ભૂલો કરી બેસીએ છીએ. સૌંદર્ય નિષ્ણાતો આ ભૂલો પ્રત્યે ધ્યાન દોરતાં કહે છે કે.. મોટાભાગની યુવતીઓને યોગ્ય ક્લીન્ઝર તેમજ મોઇશ્ચરાઇઝર પસંદ કરતા નથી આવડતું. નિયમિત રીતે ક્લિન્ઝરન ઉપયોગ કરવાથી ત્વચા સ્વચ્છ રહે છે. તેવી જ રીતે મોઇશ્ચરાઇઝર ચામડીને સ્વસ્થ અને યુવાન બનાવી રાખવામાં મદદ કરે છે પરંતુ ધાર્યુ પરિણામ મેળવવા યોગ્ય ક્લીન્ઝર અને મોઇશ્ચરાઇઝર પસંદ કરવુ જરૂરી છે. સૌંદર્ય નિષ્ણાંતોના મત મુજબ શિયાળાની મોસમમાં આપણે આપણી ત્વચાના પ્રકાર મુજબ ક્લિન્ઝર અને મોઇશ્ચરાઇઝરની પસંદગી કરવી જોઇએ. આ દિવસોમાં ત્વચા શુષ્ક બની જાય છે અને ત્વચા પર પેચ પડી જાય છે તેથી ફેશિયલ ક્લીન્ઝિંગ ક્રીમ દ્વારા ચહેરાની ત્વચા સાફ કરવી જોઇએ. ક્લિન્ઝિંગ કર્યા પછી સૂકી ત્વચાને હાઇટ્રેડ કરે તેવું મોઇશ્ચરાઇઝર લગાવો. આ મોસમમાં માત્ર ચહેરાની જ નહીં સમગ્ર શરીરની ત્વચાની કાળજી લેવી જરૂરી છે. આપણે સાબુના સ્થાને બોડી ક્રીમ ક્લીન્ઝરન ઉપયોગ કરવો જોઇએ. અલબત્ત આ બોડી ક્લીન્ઝર કેમિકલ ફ્રી હોવું જોઇએ. જે ત્વચાને સુંવાળી બનાવવામાં મદદ કરે છે. તેવી જ રીતે સ્નાન કર્યા પછી બોડી મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. ઘેર બનાવેલા ક્લીન્ઝર અને મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ પણ કરી શકાય છે. નિયમિત રીતે ક્લીન્ઝરનો ઉપયોગ કરવાથી ત્વચા સ્વચ્છ અને તાજગી ભરી રહે છે. તેનાથી ચામડી પરના રોમછિદ્રો ખુલે છે તેથી તાજગીનો અનુભવ થાય છે. તેવી જ રીતે દરરોજ મોઇશ્ચરાઇઝર લગાવવાથી ત્વચાની કુદરતી ભીનાશ જળવાઇ રહે છે પરિણામે તે સુંવાળી અને કાંતિવાન લાગે છે. ઠંડીની મોસમમાં આપણા હોઠની ત્વચા વધુ ફાટે છે. આપણા હોઠની નાજુક ત્વચાને નુકસાન ન થાય એટલા માટે તેના ઉપર નિયમિત રીતે લિપ બામ લગાવતા રહો. લિપ બામ હોઠને ભીના રાખવા સાથે ફાટી ગયેલા હોઠને રિપેર કરવાનું પણ કામ કરે છે. હોમ મેડ લિપ બામ પણ લગાવી શકાય. જોકે આ દિવસોમાં સેન્ટેડ કે કલર લિપ બામનો ઉપયોગ ન કરવો તેના સ્થાને પેટ્રોલિયમ જેલી કે પછી ક્રિમિ લિપ બામ લાભકારક પુરવાર થશે. સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે શિયાળામાં સનસ્ક્રીન લોશન લગાવવાની જરૂર નથી હોતી પણ આપણી આ માન્યતા ભૂલભરેલી છે. શિયાળામાં પણ તડકાને કારણે ત્વચાને નુકસાન પહોંચી શકે છે તેથી ચહેરા પર સનસ્ક્રીન લોશન અચૂક લગાવવુ. તમારી ત્વચાના પ્રકાર મુજબ સન સ્ક્રીન-લોશન પસંદગી કરવી. ઘેરથી બહાર નીકળવાના હો તેનાથી પંદરથી વીસ મિનિટ પહેલા સનસ્ક્રીન લોશન લગાવી લેવું. શક્યત ૩૦ એસપીએપ ધરાવતુ સન સ્ક્રીન લોશન ખરીદવુ પરંતુ ઘણા લોકોને આટલા એસપીએફ ધરાવતા સનસ્ક્રીન લોશનથી ખૂબ પરસેવો થાય છે આવી સ્થિતિમાં ૨૦ એસપીએફ વાળુ સનસ્ક્રીન લોશન લગાવી શકાય. આ સિવાય સવારે તેમજ સાંજે ઠંડી હવાનું જોર વધુ રહે છે તેથી આ સમય દરમિયાન ચહેરા અને માથા પર સ્કાર્ફ વિંટાળી દેવો જેથી ત્વચા અને વાળ બંને ઠંડી – સૂકી હવાથી સુરક્ષિત રહે. આટલી કાળજી લેવાથી ચહેરા પર પડતી કરચલીઓની પ્રક્રિયા ધીમી પાડી શકાય છે.ઠંડીની મોસમમાં ચહેરાની ત્વચા જેટલી જ કાળજી હાથ પગની ચામડીની પણ લેવી જોઇએ. નિયમિત રીતે મેનીક્યોર પીડેક્યોર કરાવતા રહેવું જોઇએ. તેવી જ રીતે રાત્રે સુતા પહેલા મોઇશ્ચરાઇઝર વડે હાથ-પગ પર મસાજ કરવો જોઇએ. ફાટેલી એડીઓ પર મોઇશ્ચરાઇઝિંગ ઓઇલ લગાવવું જોઇએ.

Previous articleબાળ મિત્રો, મોબાઈલનો ઉપયોગ સમજી વિચારીને કરજો
Next articleપાંચ રાજ્યોમાં સાત તબક્કામાં મતદાન, ૧૦ માર્ચે મતગણતરી