કોરોના જાન્યુઆરીના ત્રીજા-ચોથા અઠવાડીયામાં વકરે એવો તબીબોનો મતઃવધુ કડક નિયંત્રણો કરે તો રોજગારી-અર્થતંત્રને ફટકો પડે અને ન કરે તો કોરોના વકરે એવી દહેશત
ઉત્તરાયણને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે કોરોનાએ પુનઃ દેખા દેતા અને કેસોમાં અચાનક ઉછાળોઅ ાવતા રાજ્ય સરકાર તરફથી તકેદારીના અનેક પગલાં સાથે નવી ગાઈડ લાઈનની જાહેરાત કરાઈ છે. પરંતુ સવાલ એ છે કે મકરસંક્રાંતિ પછી કોરોનાની સ્થિતિ કેવી રહેશે?? મોટાભાગના તબીબોએ જાન્યુઆરી ના ત્રીજા-ચોથા સપ્તાહમાં કોરોના ઓમિક્રોનના કેસો વધશે એવી દહેશત વ્યક્ત કરી છે. તે મકરસંક્રાંતિના તહેવારને અનુલક્ષીને વ્યક્ત કરવામાં આવી હોય એવી ગણતરી થઈ શકે છે. મકરસંક્રાંતિના તહેવારોમાં પતંગ-દોરી ખરીદવા બજારોમાં ભારે ભીડ થશે તો તે ખતરાની ઘંટડી સમાન સાબિત થશે. એવી જ રીતે ફલેટેો- પોતાના ધાબાઓ તથા ટેનામેન્ટોમાં છત પર પતંગ રસિયાઓ એકત્રિત થશે.આમાં ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણ એમ બે દિવસ ધાબાઆ પર ભીડ જોવા મળશે.
તો અમદાવાદ સહિતના બજારોમાં પતંગ દોરી ખરીદવા ભીડભાડ કોરોના વકરાવશે?? શહેરોમાં પતંગ બજારોમાં હકડેઠઠ ભીડ જોવા મળશે. કોરોનાની ત્રીજી લહેર માટે ત્યારપછીનો સમયગાળો કેવો રહેશે એ મહત્ત્વનો સાબિત થશે. તબીબોએ તો ત્રીજુ-ચોથુ અઠવાડીયુ સંભવતઃ ભારે રહેશે એમ જણાવ્યુ છે. જો કે તકેદારીના પગલાંના ભાગરૂપે કર્ફેયુનો સમયગાળો વધારે કરાયો છે. રેસ્ટોરન્ટ, મોલ્સ સહિતના સ્થળોએ ક્ષમતામાં ઘટાડો થયો છે છતાં કોરોનાની દહેશત વ્યક્ત થઈ છે. રાજ્ય સરકાર વધારે કડક નિયંત્રણો નાંખે તો લોકોના ધંધા-રોજગારને અસર થાય તેમ છે. ઉત્તરાયણ પર્વ સેંકડો લોકોને રોજગારી પૂરી પાડે છે તેને આનુષંગિક અનેક ધંધા-રોજગાર તેની સાથે સંકળાયેલા છે ત્યારે ઉત્તરાયણ પર્વમાં કડક નિયંત્રણો આવે એની શક્યતા નહિંવત હોવા છતાં સરકાર આ દિશામાં વિચારશે તેમ મનાય છે. કોરોનામાં પ્રથમ લોકડાઉન પછી ખાસ્સો એવો ઉહાપોહ દેશભરમાં થયો હતો. તેથી જ સરકાર ધંધા-વ્યવસાયને ધ્યાનમાં રાખી રહી છે. અર્થતંત્રની ગાડી પાટે ચઢી છે ત્યારે વધુ કડક નિયંત્રણો ફાયનાન્સીયલ ક્રાઈસીસની સ્થિતિનું સર્જન કરે તેના પર પણ સરકારની નજર છે. ઉતરાયણ પર્વમાં લોકો સરકારી ગાઈડલાઈનનું કડક પાલન કરે એ હિતાવહ છે. સરકારનું તંત્ર દરેક ધાબે કે છાપરે પહોંચી શકવાનું નથી નાગરીકોએ કેટલીક કાળજી જાતે જ લેવી પડશે. તે હકીકત છે. નાગરીકોએ પૂરી તકેદારી રાખીને મકરસંક્રાંતિ મનાવવી પડશે તે જ સૌના હિતમાં છે.