એક સમય હતો કે જ્યારે શિંગ, દાળીયા, તલ પાક અને તેના લાડવા મકરસંક્રાંતિ પર્વની આસપાસ જ મળતા. મોટાભાગના ઘરમાં પણ આ તહેવારોમાં જ આ પાક અને લાડવાઓ બનતા. હવે બારેમાસ વિવિધ પાક મળતા થઇ ગયા છે. ખાસ કરીને રાજકોટની વિવિધ કંપનીઓ દ્વારા અનેક વેરાયટી સાથે પાક ઉપલબ્ધ હોય છે. વધતી વેરાયટી અને લોકોની વ્યસ્તતા (કંઇક અંશે આળસ) ને કારણે હવે ઘરે લાડવા બનાવવાનું પ્રમાણ ઘટ્યું છે તો દુકાનો અને લારીમાં પણ હવે લાડવા ઓછા જોવા મળે છે.