ભાવનગર શહેર અને જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે બુસ્ટર ડોઝ આપવાની શરુઆત કરાઈ

246

ભાવનગરમાં પણ કોરોનાના બુસ્ટર ડોઝ આપવાનું આજથી તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે શરૂ કરવામાં આવ્યું છે. ભાવનગર શહેરમાં આજે 13 આરોગ્ય સેન્ટરો તેમજ ડોક્ટર હોલ ખાતે આવેલા સેન્ટરો પર કોરોનાના બુસ્ટર ડોઝ આપવાની કામગીરી કરી છે, બુસ્ટર ડોઝ લેવા માટે વહેલી સવારથી જ લોકોને ઉત્સાહ જોવા મળ્યો હતો. 60 થી ઉપરના અને કો-મોરબીડ લોકો મોટી સંખ્યામાં બુસ્ટર ડોઝ લેવા માટે આરોગ્ય સેન્ટર ઉપર જોવા મળ્યા હતા.

કોરોના રસીકરણ અંતર્ગત લાભાર્થીને આપવામાં આવેલ બીજા ડોઝની તારીખ થી 9 મહિના એટલે કે 39 અઠવાડિયા પૂર્ણ થયેથી બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે તેમજ 60 વર્ષથી વધુના કો-મોર્બિડ લાભાર્થીને કે જેઓએ અગાઉ બંને ડોઝ લીધા હોઈ તેમને ડૉક્ટરની સલાહ મુજબ બુસ્ટર ડોઝ આપવાના હોય છે, જેના માટે કોઈ ડૉક્ટરના સર્ટિફિકેટની જરૂરિયાત રહેતી નથી. બુસ્ટર ડોઝ માટે લાભાર્થીની પાત્રતા માત્ર કોવીન સોફ્ટવેર મુજબ આપવામાં આવેલ બીજા ડોઝની તારીખ પરથી નક્કી કરવાનું રહેશે. બુસ્ટર ડોઝ લીધા અંગેની નોંધ કોવીડ વેક્સિનેશન સર્ટિફિકેટમાં કરવામાં આવશે.જિલ્લા માં હેલ્થ વર્કર અથવા તો ફ્રન્ટ લાઇન વર્કર પોતાનાના નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા નજીકના રસીકરણ કેન્દ્ર પર પ્રિકોશન ડોઝ મેળવી શકશે. 60 વર્ષ કરતાં મોટી ઉંમરના લોકો કોરોનાનો બુસ્ટર ડોઝ લેવામાં ઉત્સાહિત જોવા મળ્યા હતા. લોકો મોટી સંખ્યામાં બુસ્ટર ડોઝ લેવા માટે આવી રહ્યા હતા અને તેમને અન્ય લોકોને પણ ડર રાખ્યા વિના કોરોના ની વેક્સિન લેવા અંગેની સલાહ આપી હતી.

Previous articleભાવનગરમાં કાર અને સ્કુટર વચ્ચે અકસ્માત, ગંભીર રીતે ઈજાગ્રસ્ત સ્કુટર ચાલક મહિલાનું મોત
Next articleઆજે ૧૦૮ કોરોનાના કેસ નોંધાતા હાહાકાર, ૩૬ લોકોએ કોરોનાને માત આપી