આજે ૧૦૮ કોરોનાના કેસ નોંધાતા હાહાકાર, ૩૬ લોકોએ કોરોનાને માત આપી

99

૪ વિદ્યાર્થીઓ, ૩ શિક્ષકો, વધુ એક ડોક્ટર, અલંગ શિપયાર્ડનો એકાઉન્ટ, એચડીએફસીનો એક કર્મચારી કોરોનાની ઝપેટમાં : શહેરમાં ૪૦૫ અને ગ્રામ્યમાં ૬૦ દર્દીઓ મળી કુલ ૪૬૫ એક્ટિવ કેસ
સરકાર-તંત્ર દ્વારા હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી ને ત્રીજી લહેર ઘોષિત કરી છે ત્યારે ભાવનગર માં દરરોજ વધતાં જતાં સંક્રમણ-કેસ ને પગલે તંત્રમાં ચિંતા નો માહોલ સર્જાયો છે, ભાવનગર જિલ્લામાં આજે ૧૦૮ કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે, જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૯૩ નવા કેસ નોંધાયા હતા જેમાં ૫૧ પુરુષનો અને ૪૨ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ૩૪ દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં પણ ૧૫ કેસ નોંધાયા હતા જેમાં ૧૨ પુરુષનો અને ૩ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ગ્રામ્યમાં ૨ દર્દી કોરોનાને માત આપી હતી. જે શહેરમાં ૯૩ કેસ નોંધાયા છે તેમા અમરજ્યોતિ શાળા ઘોરણ ૧ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી, ફાતિમા કોન્વેન્ટ સ્કૂલમાં ઘોરણ ૧ અને ઘોરણ ૫માં અભ્યાસ કરતો વિદ્યાર્થી, વિઠ્ઠલવાડી વિસ્તારમાં આવેલ પ્રાઈમરી શાળાનો શિક્ષક, દિવાનપરા રોડ પર આવેલ અંબિકા ગર્લ્સ શાળાની શિક્ષિકા, કુમારશાળાની શિક્ષિકા, ગુરુકુળ અકવાડા કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી, અલંગ શિપયાર્ડનો એકાઉન્ટ, આયુર્વેદિક ડોક્ટર તથા વાઘાવાડી રોડ પર આવેલ એચડીએફસી સહિત કોરોનાની ઝપડેમાં આવ્યા હતા, જ્યારે બાકી બધા ભાવનગર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં કેસો નોંધાયા હતા. આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને ૪૦૫ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૬૦ દર્દી મળી કુલ ૪૬૫ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૨ હજાર ૦૩૧ કેસ પૈકી હાલ ૪૬૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૦૦ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleભાવનગર શહેર અને જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે બુસ્ટર ડોઝ આપવાની શરુઆત કરાઈ
Next articleભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ માટે શિક્ષણમંત્રી વાઘાણીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક