શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે સાંજે ભાવનગરની સર.ટી. હોસ્પિટલની મુલાકાત લઈ કોરોના સામેની લડાઈની તૈયારીઓનું નિરીક્ષણ- અવલોકન કર્યું હતું. મંત્રીએ કોરોનાનાં ત્રીજા વેવની ગંભીરતાને ધ્યાને લઇ સર ટી.હોસ્પિટલની સજ્જતા, ઓક્સિજનની ઉપલબ્ધતા, કોવિડ બેડની સંખ્યા, જરૂરી મેડિકલ સાધનો, દવાઓ સહિત કોવિડ સામેના જંગ માટેની તમામ તૈયારીઓ અંગે સર ટી. હોસ્પિટલ તંત્ર પાસેથી ઝીણવટભરી માહિતી મેળવી હતી.
મંત્રીએ કોરોના વોરીયર્સ એવાં ડોક્ટર તથા નર્સિંગ સ્ટાફ સાથે વાર્તાલાપ કરીને કોરોનાની તૈયારીઓ વિશેની જાણકારી મેળવી હતી. આ મુલાકાતમાં મંત્રી સાથે સ્ટેન્ડિગ કમિટિના ચેરમેન ધીરૂભાઇ ધામેલિયા, જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, મહાનગરપાલિકા કમિશ્નર એમ.એ.ગાંધી, મેડિકલ કોલેજના ડીન ડો. હેમંત મહેતા, મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી રમેશ સિંહા, જિલ્લા આરોગ્ય અધિકારી એ.કે.તાવિયાડ,સર ટી. હોસ્પિટલનાં ડોક્ટરો જોડાયાં હતાં.