નવી દિલ્હી,તા.૧૦
સેસ્ક ફેબ્રેગાસ અને ડેનિયેલા વચ્ચે લવ અફેરની શરૂઆત ૨૦૧૧માં થઈ હતી. લેબનાન સાથે સંબંધ રાખનારી ડેનિયેલા સીમાન અને ફેબ્રેગાસની મુલાકાત લંડનની એક જાપાની રેસ્ટોરાંમાં થઈ હતી. ત્યારે ડેનિયેલાએ લગ્ન કર્યા હતા. સ્ટાર ફૂટબોલર ફેબ્રેગાસની પત્ની ડેનિયેલા આ પહેલાંEllie Taktouk સાથે લગ્ન કરી ચૂકી હતી. ફેબ્રેગાસ અને ડેનિયેલાની મુલાકાતના ૭ વર્ષ સુધી બંનેએ એકબીજાને ડેટ કર્યા હતા. બંનેએ ૨૦૧૮માં લગ્ન કર્યા હતા. ડેનિયેલા ૫ બાળકોની માતા છે. જેમાંથી પહેલા ૨ મારિયા અને જોસેફ તેના પહેલા પતિથી હતા. ડેનિયેલાને ફૂટબોલ વર્લ્ડમાં તેની ખૂબસૂરતી માટેQueen Of Wags તરીકે ઓળખાય છે. લેબનાનની ડેનિયેલા સીમાનને પહેલા લગ્નમાંથી છૂટા થવા માટે કાયદાનો સહારો લેવો પડ્યો હતો. ડેટિંગ શરૂ કર્યા પછી ફૂટબોલર ફેબ્રેગાસ અને ડેનિયેલાને લગ્ન સુધી અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આર્સેનલ, ચેલ્સી, બાર્સેલોના અને મોનાકો માટે રમનાર સેસ્ક ફેબ્રેગાસ જ્યારે ડેનિયેલાનો મળ્યો હતો. ત્યારે તે બાર્સેલોના માટે રમતો હતો. જેના ૩ વર્ષ પછી તેણે ૨૦૧૪માં લંડનની ક્લબ ચેલ્સીમાં વાપસી કરી હતી. સેસ્ક ફેબ્રેગાસ અને ડેનિયેલા સીમાન સતત પોતાના બાળકોની સાથે રજાઓ માણતી જોવા મળે છે. ૪૬ વર્ષની ડેનિયેલા સીમાન ઈન્સ્ટાગ્રામ પર ઘણી જાણીતી છે. સોશિયલ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર તેના ૪ મિલિયન ફોલોઅર્સ છે.