લવ મેરેજ કર્યાંની દાઝ રાખી બે શખ્સોએ બિભત્સ અપશબ્દો બોલી યુવાનને માર મારતા યુવાન સારવાળ હેઠળ
ભાવનગર શહેરના સિંધુનગર વિસ્તારમાં રહેતા એક યુવાને તેની જ જ્ઞાતિની યુવતી સાથે લવ મેરેજ કર્યાં હતા. જોકે, આ અંગે યુવતીના પિતરાઈ ભાઈઓએ દાઝ રાખી યુવકને માર માર્યો હતો. તેમજ ટાંટીયા ભાંગી નાંખવાની ધમકી આપી નાસી છુટ્યા હતા. આ અંગે પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ન્યૂ સિંધુનગર વિસ્તારમાં રહેતા કલ્પેશ મુરલીધર દાવડાએ અનિલ શ્રીભાઈ સોમૈયા તથા અજય શ્રીભાઈ સોમૈયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે, તેણે એક યુવતી સાથે પ્રેમલગ્ન કર્યાં છે. જેને લઈ અનિલ, અજયને પસંદ ન પડતા તેઓએ તેના ઘર પાસે આવી બિભત્સ ગાળો આપી હતી. તેમજ હુમલો કરી માર માર્યો હતો. લાકડાનો ધોકો તથા ચામડાનો પટ્ટો લઈને ગાળો બોલી ધોકાથી તેમજ પટ્ટાથી માર માર્યો હતો. આ ઉપરાંત પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓ યુવાનને માર મારી રહ્યા હતા ત્યારે યુવાનના મીત્રો આવી જતા તેઓએ યુવાનને વધુ માર ખાવાથી બચાવ્યો હતો. તેમજ આ ઘટનાને લઈ લોકોનું ટોળુ એકઠુ થઈ ગયુ હતું. જેને લઈ આરોપીઓ ધમકી આપી ભાગી ગયા હતા આરોપીઓ ટાંટીયા ભાંગી નાંખવાની ધમકી આપી નાસી છુટ્યા હતાં. આ બનાવમાં યુવાનને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં બંને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.