ત્રીજી લહેરની પહોંચી વળવા ભાવનગર જિલ્લા પંચાયત 10 તાલુકાઓ માટે અંદાજે રૂ. 2 કરોડથી વધુના સાધનો ખરીદશે

108

સાધનો ખરીદવા સાત ધારાસભ્યો પૈકી માત્ર ત્રણ ધારાસભ્યએ ગ્રાન્ટ આપી
દેશ સાથે સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીની ત્રીજી લહેર સર્વત્ર હાવી બની રહી છે. ત્યારે રાજ્યના અન્ય મહાનગરો સાથોસાથ ભાવનગર શહેર-જિલ્લામાં પણ કોવિડ સંક્રમિતોની સંખ્યા દરરોજ વધી રહી છે. જેથી ત્રીજી લહેરને પહોંચી વળવા ભાવનગર જિલ્લામાં આવેલા દસ તાલુકાના આરોગ્ય કેન્દ્રમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા સાધનોની ખરીદી કરવામાં આવી રહી છે,

ભાવનગર જિલ્લામાં 48 PHC કેન્દ્રો આવેલા છે. જિલ્લામાં આરોગ્ય કેન્દ્રો પર 11 ECG મશીન છે. બાકી કેન્દ્રો પર ECG મશીન નથી. આ સિવાય ઓક્સિજન લાઇન વિશે જોઈએ તો દરેક PHC કેન્દ્રમાં 7.4 MPLના બે-બે જમ્બો ટેન્ક એક કેન્દ્ર પર છે. PHC સેન્ટરમાં હાલમાં દરેક બેડ સુધી ઓક્સિજન લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. જો બાયપેક મશીનની વાત કરીએ તો 48 PHCની સામે માત્ર 9 મશીન ખરીદવામાં આવ્યાં છે. જ્યારે અન્ય બાકી છે. હજુ 410 જમ્બો સિલિન્ડર ખરીદવાના બાકી છે. જિલ્લામાં 48 PHC, 13 CHC અને 6 અર્બન કેન્દ્રો છે. તો મોટી હોસ્પિટલમાં પાલીતાણા અને મહુવા બે SDH હોસ્પિટલો છે, જેમાં પણ સાધનોની ઘટ છે. જેથી બીજા 1.4 કરોડની ગ્રાન્ટમાંથી સાધનો ખરીદવાનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. ઘોઘા તાલુકાને આયોજન મંડળ દ્વારા રૂ. 70 લાખની ગ્રાન્ટ મળી છે, જિલ્લા આયોજન મંડળની 1.4 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી છે, જિલ્લા આયોજન કલેકટર દ્વારા 35 લાખની ગ્રાન્ટ મળી છે. ગારીયાધારને તાલુકા આયોજન ની રૂ. 35 લાખની ગ્રાન્ટ મળી છે, જિલ્લા પંચાયત સદસ્યએ રૂ. 3 લાખની ગ્રાન્ટ આપી છે, અમદાવાદના સાંસદ અમીબેન યાજ્ઞિકે ગારીયાધારને રૂ. 6 લાખની ગ્રાન્ટ આપી છે.
કેટલા ધારાસભ્યોએ કેટલી ગ્રાન્ટ આપી
જો ધારાસભ્યની વાત કરીએ તો ધારાસભ્ય પરષોત્તમભાઈએ 45 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી છે. આર.સી.મકવાણાએ મહુવામાં 25 લાખની ગ્રાન્ટ આપી છે. તો કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ તળાજામાં 35 લાખની ગ્રાન્ટ આપી છે. આમ સાત બેઠકના સાત ધારાસભ્યો પૈકી માત્ર ત્રણ ધારાસભ્યએ ગ્રાન્ટ આપી છે, તો જિલ્લા પંચાયતના માત્ર એક સદસ્યએ ગ્રાન્ટ ફાળવી છે.

Previous article“હવે થી મારી બહેન સામે જોયું તો ટાંટિયા ભાંગી નાખીશ” તેમ કહી યુવાન પર હુમલો કરાયો
Next articleઆજે ૧૫૨ કોરોનાના કેસ નોંધાતા હાહાકાર, ૩૧ કોરોનાને માત આપી