૫ વિદ્યાર્થીઓ, ૧ શિક્ષકો,૨ બેંક ના કર્મચારીઓ, સુમીટોમો નો એક કર્મચારી, એસ્સાર ઓઇલનો કર્મચારી કોરોનાની ઝપેટમાં : શહેરમાં ૫૧૪ અને ગ્રામ્યમાં ૭૨ દર્દીઓ મળી કુલ ૫૮૬ એક્ટિવ કેસ
સરકાર-તંત્ર દ્વારા હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી ને ત્રીજી લહેર ઘોષિત કરી છે ત્યારે ભાવનગર માં દરરોજ વધતાં જતાં સંક્રમણ-કેસ ને પગલે તંત્રમાં ચિંતા નો માહોલ સર્જાયો છે, ભાવનગર જિલ્લામાં આજે ૧૫૨ કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે, જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૧૩૬ નવા કેસ નોંધાયા હતા જેમાં ૭૪ પુરુષનો અને ૬૨ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ૨૭ દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં પણ ૧૬ કેસ નોંધાયા હતા જેમાં ૧૦ પુરુષનો અને ૬ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ગ્રામ્યમાં ૪ દર્દી કોરોનાને માત આપી હતી, જે શહેરમાં ૧૩૬ કેસ નોંધાયા છે તેમા જ્ઞાનમંજુરી શાળામાં ઘોરણ ૧૨ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી, સિલ્વર બેલ્સ શાળામાં ઘોરણ ૧૨ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી, કેપીઈએસ પ્રાઈમરી શાળા ઘોરણ ૫માં અભ્યાસ કરતો વિદ્યાર્થી, ફાતિમા કોન્વેન્ટ શાળા માં ધોરણ ૮ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી, જ્ઞાનમંજુરી શાળામાં ઘોરણ ૯ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી, તળાજા પ્રાઈમરી શાળા નો શિક્ષક, સ્વામી વિવેકાનંદ હોમીઓપેથી કોલેજના બે વિદ્યાર્થી, એસબીઆઈ બેંક નો મેનેજર, સુમીટોમો કંપનીનો કર્મચારી, એસબીઆઈ નિલમબાગનો કર્મચારી, માધવદર્શન માં આવેલ ડાયમંડ ઓફીસનો કર્મચારી, ચિત્રા એચડીએફસી નો કર્મચારી, મહી ઇમેક્સ ડાયમંડ ઓફીસનો કર્મચારી, એસ્સાર ઓઇલ નો કર્મચારી સહિત કોરોનાની ઝપડેમાં આવ્યા હતા, જ્યારે બાકી બધા ભાવનગર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં કેસો નોંધાયા હતા,આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને ૫૧૪ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૭૨ દર્દી મળી કુલ ૫૮૬ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૨ હજાર ૧૮૩ કેસ પૈકી હાલ ૫૮૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૦૦ દર્દીઓનું અવસાન થયું છે.