સંપૂર્ણ ધનુર્માસ દરમિયાન પ્રતિદિન સવારે ૯ થી ૧૨ તથા સાંજે ૩ થી ૬ મારૂતિ યજ્ઞનું આયોજન
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાનું પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને વિશેષ દિવ્ય શણગાર કરાયો હતો. દાદાને પવિત્ર ધનુર્માસ મંગળવાર નિમિતે રંગબેરંગી ફુલો તેમજ ખજુરીના પાંદ વડે વિશેષ દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. તથા સંપૂર્ણ ધનુર્માસ નિમિતે પ્રતિદિન મારૂતિ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે દાદાને ધનુર્માસ મંગળવાર નિમિતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી એવું કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજનદેવને રંગબેરંગી ફુલો તેમજ ખજુરીના પાંદ વડે વિશેષ દિવ્ય શણગાર કરાયો હતો. તેમજ મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)એ કરી હતી. પવિત્ર ધનુર્માસ દરમિયાન દાદાના મંદિરના પટાંગણમાં વિશ્વશાંતિ હનુમાન ચાલીસા યજ્ઞ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૬ કલાક દરમિયાન દરરોજ કરવામાં આવે છે. એવં મારૂતિયજ્ઞનું આયોજન કરવામાં આવેલ જેનો હજારો ભક્તોએ ઓનલાઇન યુટયુબ ચેનલ દ્વારા આ દિવ્ય દર્શનનો લાભ લઇ ધન્યતાનો અનુભવ કર્યો હતો. હનુમાજી દાદાને રંગબેરંગી ફુલો તેમજ ખજુરીના પાંદ વડે વિશેષ દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગારનો ભાવિકો રૂબરૂ દર્શન કરી ધાન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારનો ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.