નવી દિલ્લી,તા.૧૧
ક્રિકેટની રમતમાં સૌથી લાંબી સિક્સ ફટકારવાનો રેકોર્ડ ન તો શાહિદ આફ્રિદીના નામે છે અને ન તો મહેન્દ્ર સિંહ ધોની અને યુવરાજ સિંહના નામે છે. ૧૦૦ વર્ષ પહેલા ક્રિકેટમાં સૌથી લાંબી સિક્સનો વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો, પરંતુ આજ સુધી કોઈ આ રેકોર્ડની નજીક પણ પહોંચી શક્યું નથી. ક્રિકેટના ઈતિહાસમાં સૌથી લાંબી સિક્સ ૧૯મી સદીમાં આલ્બર્ટ ટ્રોટે ફટકારી હતી. આલ્બર્ટ ટ્રોટ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બંને માટે ક્રિકેટ રમ્યો હતો. આલ્બર્ટે ૧૯મી સદીમાં આવી સિક્સ ફટકારી હતી, જે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના પેવેલિયનને પાર કરી ગઈ હતી. તેની સિક્સની લંબાઈ ૧૬૪ મીટર હતી. ક્રિકેટના ઈતિહાસમાં આ સૌથી લાંબી સિક્સર હતી. આલ્બર્ટે આ શોટ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઈંગ્લેન્ડમાં મેરીલીબોર્ન ક્રિકેટ ક્લબ તરફથી રમતી વખતે બનાવ્યો હતો. આ એ જ શોટ હતો જેમાં બોલ બાઉન્ડ્રીની બહાર ગયો હતો. આલ્બર્ટ ટ્રોટ ૧૯મી સદીના સૌથી ખતરનાક બેટ્સમેનોમાંના એક છે. તે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બંને માટે ક્રિકેટ રમ્યો છે. ઈતિહાસમાં સૌથી લાંબી ’સિક્સ’ આલ્બર્ટના નામે છે. તેણે ૧૬૪ મીટરમાં સિક્સ મારવાની સિદ્ધિ મેળવી છે. ૧૯મી સદીમાં બોલરો આલ્બર્ટ ટ્રોટના નામથી ડરતા હતા. એટલું જ નહીં બોલિંગમાં પણ તે બેટ્સમેનો માટે ડર સાબિત થયો છે. કહેવાય છે કે આ ખેલાડીએ ૧૯૧૦માં ૪૧ વર્ષની ઉંમરમાં પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. પાકિસ્તાનના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ તેની સમગ્ર કારકિર્દી દરમિયાન ઘણી ખતરનાક અને વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. શાહિદ આફ્રિદીએ વર્ષ ૨૦૧૩માં સાઉથ આફ્રિકા સામે ૧૫૮ મીટરની લાંબી સિક્સ ફટકારી હતી. સૌથી લાંબી સિક્સ મારનાર ખેલાડીઓની યાદીમાં બે ભારતીયોનો પણ સમાવેશ થાય છે, જેમાં યુવરાજ સિંહ અને મહેન્દ્ર સિંહ ધોનીનું નામ છે. યુવરાજ સિંહે ૧૧૯ મીટરમાં સિક્સ ફટકારી છે. યુવીના નામે ટી-૨૦માં ૬ બોલમાં ૬ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પણ સામેલ છે. એમએસ ધોનીએ ૧૧૨ મીટરની સિક્સ ફટકારી છે. ૨૦૦૭ ્૨૦ વર્લ્ડ કપમાં, ભારતના યુવરાજ સિંહે ઓસ્ટ્રેલિયા સામે ૭૦ રનની ઈનિંગ દરમિયાન બ્રેટ લીના બોલ પર ૧૧૯ મીટર લાંબી સિક્સ ફટકારી હતી. આ સિક્સ પણ અદ્ભુત હતી કારણ કે તેણે આ માટે માત્ર તેના કાંડાનો ઉપયોગ કર્યો હતો. ધોનીએ વર્ષ ૨૦૧૧-૧૨માં સીબી સિરીઝમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ડેબ્યૂ કર્યું હતું. આ છગ્ગો લોંગ ઓફની દિશામાં વાગ્યો હતો, જે તે સ્ટેડિયમની ખૂબ મોટી બાઉન્ડ્રી હતી, પરંતુ ધોનીની આ સિક્સ સરળતાથી બાઉન્ડ્રી પાર કરી ગઈ અને ૧૧૨ મીટરનું અંતર કાપ્યું.