આજે ૧૫૬ કોરોનાના કેસ નોંધાતા હાહાકાર, ૪૨ કોરોનાને માત આપી

89

૫ વિદ્યાર્થીઓ, ૧ શિક્ષકો, ૨ હીરા ઉધોગ સાથે સંકળાયેલા કર્મચારીઓ, ઍક્સેલનો એક કર્મચારી કોરોનાની ઝપેટમાં : શહેરમાં ૬૦૬ અને ગ્રામ્યમાં ૯૪ દર્દીઓ મળી કુલ ૭૦૦ એક્ટિવ કેસ
સરકાર-તંત્ર દ્વારા હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી ને ત્રીજી લહેર ઘોષિત કરી છે ત્યારે ભાવનગર માં દરરોજ વધતાં જતાં સંક્રમણ-કેસ ને પગલે તંત્રમાં ચિંતા નો માહોલ સર્જાયો છે, ભાવનગર જિલ્લામાં આજે ૧૫૬ કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે, જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૧૩૦ નવા કેસ નોંધાયા હતા જેમાં ૭૩ પુરુષનો અને ૫૭ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ૩૮ દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં પણ ૨૬ કેસ નોંધાયા હતા જેમાં ૧૩ પુરુષનો અને ૧૩ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ગ્રામ્યમાં ૪ દર્દી કોરોનાને માત આપી હતી, જે શહેરમાં ૧૩૬ કેસ નોંધાયા છે તેમા સિલ્વર બેલ્સ શાળામાં ઘોરણ ૩ અને ધોરણ ૮ માં અભ્યાસ કરતો ૨ વિદ્યાર્થી, બી.એન વિરાણી શાળામાં ધોરણ ૬ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી, સરદારનગર ગુરુકુળ માં ઘોરણ ૭માં અભ્યાસ કરતો વિદ્યાર્થી, એમ જે કૉલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી, માલણકા ગામે પ્રાઈમરી શાળાનો શિક્ષક, હીરા ઉધોગ સાથે સંકળાયેલા બે કર્મચારીઓ, એક્સલ કંપનીનો સુપરવાઇઝર સહિત કોરોનાની ઝપડેમાં આવ્યા હતા, જ્યારે બાકી બધા ભાવનગર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં કેસો નોંધાયા હતા, આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને ૬૦૬ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૯૪ દર્દી મળી કુલ ૭૦૦ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૨ હજાર ૩૩૯ કેસ પૈકી હાલ ૭૦૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૦૦ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleમકરસંક્રાંતિ પર હરિદ્વાર-ઋષિકેશમાં સ્નાન પર પ્રતિબંધ,ગંગામાં આસ્થાની ડૂબકી લગાવી શકાશે નહીં
Next articleભાવનગરમાં ૧૮ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા બર્ફીલા પવનોને પગલે થરથર ધ્રુજાવતી ટાઢ અકબંધ