કેન્દ્રીય સ્વસ્થ્ય સચિવ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને તાત્કાલિક ઓક્સિજનની વ્યવસ્થા કરવા માટેનું સૂચન કર્યું
નવી દિલ્હી, તા.૧૨
કોરોના વાયરસના નવા કેસમાં એક દિવસ ઘટાડો નોંધાયા બાદ ફરી એકવાર નવા સંક્રમણમાંભડકો થયો છે. ડિસેમ્બર મહિનાના અંતથી કોરોનાના કેસમાં થઈ રહેલો વધારો ફરીએકવાર ડરાવી રહ્યો છે. ત્રીજી લહેર જાન્યુઆરી મહિનાના અંતમાં પીક પરપહોંચશે તેવી આછી પાતળી સંભાવના પણ સૂત્ર મૉડલના આધારે વ્યક્ત કરાઈ રહી છે.આવામાં બીજી લહેરે જે રીતે લોકોને હંફાવ્યા હતા તેવી સ્થિતિનું નિર્માણફરી ના થાય તે માટે હોસ્પિટલોને સતર્ક રહેવા માટે કેન્દ્ર સરકાર દ્વારારાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સૂચના આપી છે. હોસ્પિટલો અને કોવિડસેન્ટરો પર ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા કરવા અંગે સૂચના આપવામાં આવી છે. કોરોનાના વધતા કેસને જોતા રાજ્યો દ્વારા જરુરી પગલા ભરવામાં આવી રહ્યા છે ત્યારેકેન્દ્રીય સ્વસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે દરેક રાજ્યો તથા કેન્દ્ર શાસિતપ્રદેશોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને તાત્કાલિક ઓક્સિજનની શ્રેષ્ઠ વ્યવસ્થાહોસ્પિટલોમાં મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટે સૂચન કર્યું છે. મહત્વનુંછે કે બીજી લહેરમાં કોરોનાના કેસોમાં દર્દીઓને મોટા પ્રમાણમાં ઓક્સિજનનીજરુર પડી હતી. આ પછી સ્પેશિયલ ટ્રેનો ચલાવીને અલગ-અલગ રાજ્યોમાં ઓક્સિજનપહોંચાડાયા હતા અને તે પછી સ્થિતિ સામાન્ય થતા ઓક્સિજન પ્લાન પણ ઉભાકરવામાં આવ્યા છે. ત્રીજી લહેરનું કારણ ઓમિક્રોન મનાઈ રહ્યું છે, પરંતુ ઓમિક્રોન ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ કરતા હળવો હોવાનું ઘણાં રિસર્ચમાંતથા સંક્રમિત દર્દીઓની સેવા કરતા ડોક્ટરો દ્વારા જણાવાયું છે. આમ છતાંકોરોના વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો માટે એકદમ નવો વાયરસ હોવાથી તે ક્યારેપોતાનું સ્વરુપ બદલશે તે અંગે કોઈ અનુમાન કરવું મુશ્કેલી છે. આ સ્થિતિમાંહોસ્પિટલમાં જરુરી તૈયારીઓ ત્રીજી લહેર પહેલાથી કરી લેવાઈ છે. ગુજરાતનાઅમદાવાદ સહિત દેશભરમાં જ્યાં બીજી લહેર દરમિયાન કોરોનાના કેસોનો રાફડોફાટ્યો હતો ત્યાં જરુરી તમામ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. ભારતમાં ગઈકાલે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયા બાદ આજે ફરી તેમાં મોટો ઉછાળોનોંધાયો છે. દેશમાં ૨૪ કલાકમાં ૧,૯૪,૭૨૦ કેસ નોંધાયા છે, જે પાછલા દિવસનાસંક્રમણ કરતા ૨૬,૬૫૭ (૧૫.૮%) વધુ છે. ગઈકાલે દેશમાં કોરોનાના ૧,૬૮,૦૬૩ કેસનોંધાયા હતા. કોરોનાના કેસમાં વધારો થતા દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૯,૫૫,૩૧૯ છે. ભારતમાં ઓમિક્રોનના કેસ ૪,૮૬૮ થઈ ગયા છે.