મકરસંક્રાત પર્વને આખરીઓપ ભાવેણામાં કાલે ખેલાશે પતંગોનું આકાશી યુધ્ધ

118

સવારથી ધાબા ઉપર લોકો ગીત-સંગીત તેમજ લાડુ-શેરડીના સથવારે રંગબેરંગી પતંગો ચગાવશે
અબાલ-વૃધ્ધ સૌના પ્રિય એવા મકરસંક્રાતના તહેવારની આવતીકાલે ઉજવણી થનાર છે ત્યારે મકરસંક્રાતની પૂર્વ સંધ્યાએ ભાવનગરની બજારોમાં પતંગ-દોરા અને ચશ્મા-ટોપીની ખરીદી કરવા લોકો ઉમટી પડયા હતા અને મોડીરાત્રી સુધી પતંગ બજારો ધમધમી રહી હતી. અને લોકો પતંગોનું આકાશી યુધ્ધ ખેલવા સજ્જ થયા હતા.

મકરસંક્રાત કે જેને ઉત્તરાયણ અને ખીહર તરીકે પણ ઓળખવામાં આવે છે આ એક જ તહેવાર એવો છે કે જેમાં બાળકોથી માંડી યુવાનો અને વડીલો કે જેને પતંગ ચગાવવાનો શોખ ન હોય તે પણ મકરસંક્રાતિના દિવસે બાધા ઉપર તો ચડશે જ આ તહેવારની ઉજવણી આવતીકાલે થનાર છે. અમદાવાદ, સુરત, વડોદરા અને ભાવનગરમાં મકર સંક્રાતિની ધમાકેદાર ઉજવણી કરવામાં આવે છે. પતંગ રસીકો સવારથી જ ધાબા ઉપર ચડીને ‘કાપ્યો છે…લપેટ’ સહિતના ઉચ્ચારણો સાથે પતંગ ચગાવવાની મોજ માણશે કેટલાક લોકો ધાબા ઉપર સાઉન્ડ સિસ્ટમો ગોઠવી ગીત-સંગીતની મોજ માણશે તો કેટલાક પતંગ રસીકો તો ધાબા ઉપર જ બપોરે ઉંધીયુ-પુરીની જયાફત માણશે જયારે દિવસ દરમ્યાન પતંગોના આકાશી યુધ્ધ ખેલ્યા બાદ સાંજના સમયે સૂર્યાસ્ત થતાની સાથે જ ફટાકડાની આતશબાજી કરવા સાથે તુક્કલો ઉડાડશે.

Previous articleભાવનગરમાં LRD જવાને જિલ્લા પોલીસ હેડક્વાર્ટરની અગાસીમાં કેબલ વાયર ગ્રીલ સાથે બાંધી આપઘાત કર્યો
Next articleભાવનગરના હાડવૈદે ૫ હજાર લોકોની મફત સેવા- સુશ્રુષા કરી વિવિધ દુઃખાવાના દર્દમાંથી મુક્તિ અપાવી