બીકાનેર એકસપ્રેસના ૧૨ ડબ્બા પાટા ખડી પડતા ૫ લોકોના મોત

336

કોલકતા,તા.૧૩
બીકાનેર ગોવાહાટી એકસપ્રેસ બંગાળના ઉત્તરી ભાગમાં મૈનાગુરીની પાસે ડોમોહાનીની પાસે પાટા ઉપરથી ઉતરી ગયા હતાં ટ્રેન પટણાથી ગોવાહાટી જઇ રહી હતી.આ દુર્ઘટનામાં અત્યાર સુધી પાંચના મોત થયા છે જયારે અન્ય અનેક લોકોને ઇજા થઇ છે.આથી મૃત્યુ આંક વધે તેવી સંભાવના છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે વાત કરી ધટનાની માહિતી મેળવી હતી આ દુર્ઘટના કયાં કારણોસર બની તેવી હાલ માહિતી મળી શકી નથી ટ્રેનના પાંચથી છ ડબ્બા પુરે પુરા ઉલ્ટી પડયા હતાં.આ ઘટનાની માહિતી મળતા જ રાહત તથા બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે.ઇજા પામેલાઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.૩૦ એમ્બ્યુલન્સને ઘટના સ્થળે પહોંચાડવામાં આવ્યા છે.રેલવે કમિશ્નરે આ દુર્ધટનાની તપાસના આદેશ આપ્યા છે.સુત્રોના જણાવ્યા અનુસાર સાંજે પાંચ વાગે દુર્ઘટના બની હતી ગોવાહાટી બીકાનેર એકસપ્રેસ ગુરૂવારે સાંજે પાંચ વાગે પાટા ઉપરથી ઉતરી ગઇ હતી. ૬ ડબ્બા એકદમ પ્રભાવિત થયા હતાં સ્થાનિક લોકોએ ડબ્બામાંથી ઇજા પામેલાઓને ડબ્બામાંથી બહાર કાઢયા હતાં અને નજીકની હોસ્પિટલમાં ઇજા પામેલાઓને મોકલવામાં આવ્યા છે.મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ દુર્ઘટનાની માહિતી મળતા જ અધિકારીઓને ધટના સ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા હતાં. અને યાત્રીકોને હરસંભવ મદદ માટે પણ કહેવામાં આવ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર ૩૦૮ મુસાફરો ટ્રેનમાં સવાર હતાં. સુત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી પાંચ લોકોના મોત નિપજયા હતાં અને ૧૨થી વધુ લોકોને ઇજા થઇ હતી.મુસાફરોના સંબંધીઓ માટે હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા હતાં. દુર્ઘટના ધુમ્મસને કારણે થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે.રાહત બચાવ કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ ઘટના સ્થળે અંધારૂ હોવાને કારણે કામ કરવામાં ખુબ મુશ્કેલીઓ આવી રહી હતી. રેલવેએ ૦૩૬૧૨૭૯૧૬૨૨,૦૩૬૧૨૭૩૧૬૨૩ હેલ્પ જારી કરવામાં આવ્યા છે.એનડીઆરએફની બે ટીમોને પણ ધટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા યાત્રીકોએ જણાવ્યું હતું કે આંચકો આવ્યા બાદ ટ્રેનના ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા હતાં. ટ્રેનમાં સવાર એક યાત્રીએ કહ્યું કે અચાનકથી આંચકો આવ્યો અને ટ્રેનની ડબ્બા પલ્ટી હયા હતાં. ટ્રેનના ૪થી ૫ ડબ્બા પુરી રીતે નુકસાનગ્રસ્ત થયા હતાં. ટ્રેનની ધટનાની માહિતી મળતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીથી માહિતી મેળવી હતી. હકીકતમાં આ ધટના ત્યારે થઇ જયારે મોદી દેશભરના મુખ્યમંત્રીઓની સાથે કોરોનાની સ્થિતિને લઇ બેઠક કરી રહ્યાં હતાં. આ બેઠકમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ હાજર હતાં. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે પણ મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે વાતચીત કરી હતી.

Previous articleછેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨ લાખ ૨૬ હજાર નવા કેસ નોંધાયા
Next articleકુલગામમાં જૈશના પાક. આતંકી બાબરને ઠાર કરાયો