જયા એક સાથે ૩૦૦૦થી પણ વધુ બાળકો રમી શકે તેટલા રમત-ગમતના સધનો છે. તેવા ૪પ૦ વૃક્ષોથી આચ્છાદિત શિશુવિહાર બાલદેવવન, નમતી સાંજે બાળકોના કલરવથી ગુંજી ઉઠે છે. પ્રત્યેક્ષ વૃક્ષો ઉપર કોઈ ક્રાંતીવિરોની તસ્વીરો છે. અને ૧૮૦થી વધુ પોસ્ટરો દ્વારા જ્ઞાન-વિજ્ઞાનની વાતો પિરસતા નોલેજપાર્કમાં બાળકોને જ્ઞાન સાથે ગમ્મત રહે છે. પ્રતિવર્ષ ૬૦૦થી વધુ શાળાઓના ૩ લાખથી વધુ બાળકો રમવા માટે જ આવે છે તેવાભ ાવનગરની ઓળખ સમાન શિશુવિહાર ક્રિડાંગણમાં પ્લેનેટોરિયમ અને સાયન્સ પાર્ક વિકસાવવામાં આવેલ છે જે બાળકો માટે દર્શનીય બને છે.