આજે ૨૩૪ કોરોનાના કેસની સામે ૨૦૦ કોરોનાને માત આપતા રાહત

98

શહેરમાં ૧૪૫૫ અને ગ્રામ્યમાં ૨૩૯ દર્દીઓ મળી કુલ ૧૬૯૪ એક્ટિવ કેસ
સરકાર-તંત્ર દ્વારા હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી ને ત્રીજી લહેર ઘોષિત કરી છે ત્યારે ભાવનગર માં દરરોજ વધતાં જતાં સંક્રમણ-કેસ ને પગલે તંત્રમાં ચિંતા નો માહોલ સર્જાયો હતો પણ આજે ભાવનગર જિલ્લામાં આજે ૨૩૪ કેસ નોંધાયા હતા પણ જેની સામે ૨૦૦ કોરોનાને માત આપતા થોડા અંશે રાહત થઈ હતી,જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૨૦૨ નવા કેસ નોંધાયા હતા જેમાં ૧૧૨ પુરુષનો અને ૯૦ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ૧૮૮ દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં પણ ૩૨ કેસ નોંધાયા હતા,જેમાં ૧૯ પુરુષનો અને ૧૩ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ૧૨ દર્દીઓ કોરોનાને માત આપી હતી,ભાવનગર મહા પાલિકા વિસ્તારમાં ૧૮૮ અને તાલુકાઓમાં ૧૨ કેસ મળી કુલ ૨૦૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી.આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને ૧૪૫૫ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૨૩૯ દર્દી મળી કુલ ૧૬૯૪ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૩ હજાર ૭૩૪ કેસ પૈકી હાલ ૧૬૯૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૦૩ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleભાવનગર હેડ ક્વાર્ટરમાં LRD જવાન આપઘાત મામલો, મૃતક જીંદગીથી કંટાળી ગયો હોય મોતને વ્હાલુ કર્યુ હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ
Next articleજિલ્લા જેલમાં પહોંચ્યો કોરોના