ન માસ્ક, ન અંતર સાથે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી નિમિત્તે સિહોરના ટાઉનહોલમાં શહેર ગ્રામ્ય યુવા ભાજપે રક્તદાન કેમ્પ યોજી ૧૨૫ બોટલ એકત્ર કરી
સુભાષચંદ્ર બોઝની ૧૨૫ મી પુણ્યતિથિ નિમિત્તે ભાજપ યુવા મોરચા દ્વારા રાજ્યભરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાઇ રહ્યું છે તેના ભાગરૂપે સર ટી. હોસ્પિટલના સહયોગથી જિલ્લા ભાજપ અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ ભાજપ યુવા મોરચા દ્વારા સિહોર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના તમામ આગેવાનો અને કાર્યકરોએ સરકારના કોરોના નિયમો અને ગાઈડલાઈન નેવે મૂકી બિન્દાસ્ત જોવા મળ્યા હતા અને કતારબંધ ઊભા રહીને ફોટો સેશન પણ કરાવ્યું હતું એક તરફ એને જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસો માં સતત વધારો થઈ રહ્યો છે અને તંત્ર દ્વારા ગાઇડ લાઈનનો ચુસ્તપણે અમલ કરવા જણવાઇ રહ્યું છે ત્યારે ખુદ ભાજપના આગેવાનોજ નિયમોનો ભંગ કરી કોરોના ફેલાવવામાં મદદ કરી રહ્યા હોય તેવી સ્થિતીનું શિહોરમાં નિર્માણ થવા પામ્યું હતું ભાજપ યુવા મોરચા દ્વારા સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી પુણ્યતિથિ નિમિત્તે સિહોરના ટાઉનહોલ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ ઉપરાંત ઉપાધ્યક્ષ સાંસદ જિલ્લા ભાજપના આગેવાનો તેમજ યુવા ભાજપના શહેર ગ્રામ્ય કક્ષાના પ્રમુખ સહિત હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું ૧૨૫ બોટલ રકત એકત્રિત કરવામાં આવ્યું હતું જોકે રક્તદાન કેમ્પની ઉજવણીમાં ભાજપના તમામ હોદ્દેદારો અને કાર્યકરો વર્તમાન કોરોનાની સ્થિતિનું ભાન ભૂલ્યા હતા અને એકસાથે કતાર બધ્ધ માસ્ક વિના ઊભા રહી અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી ફોટોસેશન કરાવ્યું હતું.