ભાવનગર રેલવે મંડળ મહિલા કલ્યાણ સંગઠને આરોગ્ય સફાઈ કામદારોને ધાબળાનું વિતરણ કર્યુ

89

બાળકો માટે અગ્નિ રહિત રસોઈ માટેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું : બાળકો માટે અગ્નિ રહિત રસોઈ માટેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
ભાવનગર રેલવે મંડળ મહિલા કલ્યાણ સંગઠન દ્વારા આરોગ્ય સફાઈ કામદારોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (ઉઇઉર્ઉં) માત્ર રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોને જ નહીં પરંતુ તમામ શક્ય મદદ પૂરી પાડવા માટે હંમેશા આગળ રહે છે. ત્યારે આજરોજ પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર રેલવે મંડળના પ્રમુખ તુહિના ગોયલના માર્ગદર્શન હેઠળ ભાવનગર મંડળના વિવિધ સ્ટેશનોના આરોગ્ય સ્વચ્છતા કાર્યકરોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનના સેવાના આ કાર્યથી દરેક લોકો અભિભૂત થયા હતા અને તેઓએ આ ઠંડીના વાતાવરણમાં શરીરને ગરમ ધાબળા મેળવવા બદલ પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થાની ઉદારતાનો આભાર વ્યક્ત કર્યો. પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા સંચાલિત શાળાના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના મહત્તમ પ્રયાસના ભાગરૂપે, ૦૯ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ નાના બાળકો માટે અગ્નિ રહિત રસોઈ માટેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૦૮ બાળકોએ ભાગ લીધો હતો.

Previous articleજિલ્લા ભાજપે કોરોના ગાઇડ લાઇનનો કર્યો ઉલાળિયો
Next articleસર ભાવસિંહજી પોલીટેકનિક ઈન્સ્ટીટયુટ ખાતે ફેશન ડીઝાઈનીંગ શોનું આયોજન