ઈંગ્લીશ દારૂ-બિયર ભરેલું કન્ટેનર પલ્ટી મારી જતાં મુદ્દામાલ સાથે ડ્રાઈવર-કલીનરની ધરપકડ

115

શરાબ-બિયર રોકડ મોબાઈલ તથા વાહન મળી કુલ રૂપિયા ૨૭,૨૦,૩૪૦નો મુદ્દામાલ કબ્જે કર્યો
રાજસ્થાન તરફથી પરપ્રાંતિય શરાબ-બિયરનો મસમોટો જથ્થો ભરીને ભાવનગર તરફ આવી રહેલ કન્ટેનર ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર ધોલેરા નજીક અકસ્માતે પલ્ટી ખાઈ જતાં વાહન ચાલકો-રાહદારીઓ એ દારૂ-બિયરના જથાની લૂંટ ચલાવી હતી દરમ્યાન ધોલેરા પોલીસે ઘટના સ્થળે દોડી આવી શરાબ-બિયર ભરેલ વાહન સાથે આ જથ્થાની ખેપ લઈને આવી રહેલ કંન્ટેનર ચાલક તથા કલીનરની ધડપકડ કરી તપાસના ચક્રની ગતિમાન કર્યાં છે. સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો તથા સ્થાનિક લોકો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર સંભતઃ પડોશી રાજ્ય રાજસ્થાન તરફથી ભાવનગર જિલ્લાના કોઈ બુટલેગરે પરપ્રાંતિય શરાબ તથા બિયરનો મસમોટો જથ્થો લઈને આઈસર કંન્ટેનર ટ્રક નંબર જી-જે-૧૮-એ એક્સ-૭૭૩૧ લઈને સરજીવન સિંઘ બલવિર સિંઘ રાજપૂત ઉ.વ.૨૮ રે.સુચેતગઢ વિલ ફ્લોરા તથા રણબીર સિંઘ પોરા રે. આરસપુરા જમ્મુ-કશ્મીર વાળા આવી રહ્યાં હતાં તે વેળાએ ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર આંબળી-ગોગલા ગામ વચ્ચે ગોગલા ગામનાં પાટીયા પાસે કન્ટેનર ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતાં કન્ટેનર રોડપર પલ્ટી ખાઈ જતાં ગભરાયેલા ડ્રાઈવર-કલીનર વાહન છોડી ખેતરમાં જતાં રહ્યાં હતાં જયારે બીજી તરફ કન્ટેનર ટ્રકમાં રહેલ શરાબ- બિયરનો જથ્થો રોડ પર ફેલાઈ જતાં વાહન ચાલકો-રાહદારીઓએ મફતના દારૂ બિયરને લેવા પડાપડી કરી હતી આ બનાવની જાણ ધોલેરા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટ્રક-દારૂ-બિયરનો જથ્થો કબ્જે કરી નાસી છુટેલ ટ્રક ડ્રાઈવર કલીનરની ધડપકડ કરી પરપ્રાંતિય શરાબ-બિયર સાથે ડ્રાઈવર-કલીનરના કબ્જા તળેથી રોકડ રકમ મોબાઈલ મળી કુલ રૂ.૨૭,૨૦,૩૪૦નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આટલો મોટો દારૂ-બિયરનો જથ્થો કોણે મંગાવ્યો અને માલ ક્યાંથી ભરવામાં આવ્યો એ સહિતની બાબતો જાણવા તથા માલ મંગાવનાર બુટલેગરને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

Previous articleસર ભાવસિંહજી પોલીટેકનિક ઈન્સ્ટીટયુટ ખાતે ફેશન ડીઝાઈનીંગ શોનું આયોજન
Next articleહાઇ-વેનું અટકેલું કામ તાકીદે ચાલુ કરાવવા મંત્રી વાઘાણીએ યોજી બેઠક