કલાક્ષેત્ર દ્વારા કથક નૃત્યની વિશારદની પરીક્ષાના ભાગરૂપે આઠ વિદ્યાર્થીનીઓની કથક નૃત્યની પ્રસ્તુતિનો કાર્યક્રમ મેઘાણી ઓડીટોરીયમ ખાતે યોજાઈ ગયો કોરોના ગાઈડ લાઈનના પાલન સાથે આમંત્રીતોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં ગુરુ જીગર ભટ્ટ ના માર્ગદર્શનમાં તૈયાર થયેલ નૃત્ય પ્રસ્તુતિઓએ ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમમાં ભાજપ અગ્રણી સાંસદ રાજેન્દ્રસિંહ રાણાને તથા ભાષા ભવનના મહેન્દ્રસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.