આજે ૪૯૯ કોરોનાના કેસ નોંધાયા હાહાકાર, ૧૫૩ કોરોનાને માત આપી, શહેરમાં એક વૃદ્ધના મોત નીપજ્યું

84

સરકાર-તંત્ર દ્વારા હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી ને ત્રીજી લહેર ઘોષિત કરી છે ત્યારે ભાવનગર માં દરરોજ વધતાં જતાં સંક્રમણ-કેસ ને પગલે તંત્રમાં ચિંતા નો માહોલ સર્જાયો છે, ભાવનગર જિલ્લામાં આજે ૪૯૯ કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે, જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૩૯૯ નવા કેસ નોંધાયા હતા જેમાં ૨૩૭ પુરુષનો અને ૧૬૨ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ૧૩૭ દર્દીઓ કોરોનાને માત આપી હતી, જ્યારે શહેરમાં ૧ ના મોત નિપજ્યા હતા, જેમાં શાસ્ત્રીનગર માં રેહતા ૬૨ વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું હતું. જયારે ગ્રામ્યમાં પણ ૧૦૦ કેસ નોંધાયા હતા, જેમાં ૬૨ પુરુષનો અને ૩૮ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ૧૬ દર્દીઓ કોરોનાને માત આપી હતી, ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૩૭ અને તાલુકાઓમાં ૧૬ કેસ મળી કુલ ૧૫૩ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને ૧૭૧૬ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૩૨૩ દર્દી મળી કુલ ૨૦૩૯ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૩ હજાર ૫૦૦ કેસ પૈકી હાલ ૨૦૩૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૦૪ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleરૂપાવટી ગામે થયેલા ડબલ મર્ડર મામલે 3 હત્યારાઓને આજીવન કેદની સજા
Next articleકોરોનાને કારણે ૧૪ કેદીઓને બે મહિના માટે મુક્તિ